28 July, 2023 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
International Friendship Day 2023: આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ વિશ્વભરના લોકો વચ્ચે એકતા અને સંબંધોને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ અવસર છે. આ દિવસ દર વર્ષે આપણા મિત્રો અને સાર્થક મિત્રતાને સાચવવા માટે ઉજવવામાં આવે છે. જો જીવનમાં સાચો મિત્ર હોય તો તે તમને યોગ્ય માર્ગે જવામાં મદદ કરે છે.
International Friendship Day 2023: આ દિવસ એક વૈશ્વિક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસ મિત્રતાનો ઉત્સવ ઉજવવા માટે અને જુદી જુદી સંસ્કૃતિઓ, પૃષ્ઠભૂમિઓ અને દેશના લોકો વચ્ચે શાંતિ અને સમજના વિચારે પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આપણાં જીવનમાં મિત્રતાના મૂલ્યોને ઓળખવા અને તેને સાચવવા માટે વિશ્વમાં બીજા તરફ મિત્રતાનો હાથ લંબાવવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ વિશ્વના લોકો વચ્ચે એકતા અને સમજદારીને પ્રોત્સાહિત કરવા માટેની એક મહત્વપૂર્ણ તક છે. આ દિવસ દર વર્ષે આપણા મિત્રો અને સાર્થક મિત્રતાને સાચવવા માટે ઉજવવામાં આવે છે. જો જીવનમાં સાચો મિત્ર હોય તો તે તમને યોગ્ય માર્ગે જવામાં મદદ કરે છે. તો આજે જાણો આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારે થઈ અને આનું મહત્વ શું છે?
આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસનો ઇતિહાસ
1958ની વાત કરીએ તો, પરાગ્વેના ડૉક્ટર રામોન આર્ટેમિયો બ્રાચોએ એક આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ માટે પ્રસ્તાવ આપ્યો હતો. તેમના માધ્યમે વિશ્વમાં લોકો વચ્ચે વિશેષ બંધન અને સોદાઓને પ્રમોટ કરવા માટે આ દદિવસ સાર્વજનિક રીતે ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 30 જુલાઈ 1958ના રોજ, પરાગ્વેમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસનો પહેલો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ દિવસને સંઘર્ષથી મિત્રતાના નામે સમર્પિત કરવામાં આવ્યો હતો અને લોકો પોતાના મિત્રો સાથે ખાસ સમય પસાર કરવાનો સંકલ્પ લેતા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2011માં અધિકારિક રીતે 30 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યો. સંયુક્ત રાષ્ટ્રએ આ પ્રસ્તાવ મૂક્યયો કે મિત્રો, સંસ્કૃતિઓ અને દેશો વચ્ચે શાંતિ પ્રયત્નોને બહેતર બનાવવાની સાથે અન્ય સમુદાયોને જોડવામાં પણ મદદ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઘણીવાર પીળા ગુલાબ સાથે જોડાયેલું હોય છે જેને મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.
શું છે આ દિવસનું ખાસ મહત્વ
આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ મિત્રતાને ઉજવવાનો અને મિત્રોને તેમના આપણા જીવનમાં હોવાના મહત્વનો એહસાસ કરાવવામાં મદદ કરવાનો દિવસ છે. આ દિવસ ઉજવવાની કેટલીક રીતોમાં મિત્રોને ભેટ આપીને ખુશ કરવા, કેક બનાવવી અને શુભેચ્છા સંદેશ લખવા જેવી વસ્તુઓ સામેલ છે. એક સાચ્ચો મિત્ર આપણને ભાવુક, સુખ-દુઃખમાં સાથ આપવા, અને એક-બીજા સાથે સમય વિતાવવાનું સામર્થ્ય આપે છે. મિત્રો એકબીજાના દરેક ભાવ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હોય છે. જે સામાજિક અને અધ્યાત્મિક રૂપે આપણને સમૃદ્ધ કરે છે. આ દિવસને યાદ કરવો આપણને જણાવે છે કે મિત્રતાનું મહત્વ અને તેમના પ્રભાવને અભિવાદન કરવો કેટલું મહત્વનું છે.
શું છે આ વર્ષની થીમ
આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ 2023 આ એક એવો દિવસ છે જ્યારે આપણે જૂના મિત્રો સાથે સંબંધોને મજબૂત બનાવીએ અને નવા મિત્રોને મળવાની તક જોતા હોઈએ છીએ. મૈત્રી ભાવને સમજવા માટે, તેનું સમર્થન કરવા અને સંકલ્પના માધ્યમે વિભિન્ન સમુદાયો વચ્ચે વિશ્વશાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ 2023ની થીમ `મિત્રતાના માધ્યમે માનવીય ભાવનાને શૅર કરવાની છે.` જ્યારે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ 2022ની થીમ પણ પણ આ જ વિષય પર કેન્દ્રિત હતી. સંઘર્ષો અને વિભાજનોથી ભરપૂર આ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ એક અનુસ્મારક તરીકે કાર્યરત છે.
આ દેશોમાં 6 ઑગસ્ટના ઉજવવામાં આવશે ફ્રેન્ડશિપ ડે
International Friendship Day 2023 વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે. જો કે, ભારત, મલેશિયા, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને બાંગ્લાદેશ જેવા કેટલાક દેશો ઑગસ્ટના પહેલા રવિવારે આ દિવસ ઉજવે છે, જે 2023માં 6 ઑગસ્ટે આવી રહ્યો છે.