વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હવે આ વિમાનમાં પ્રવાસ કરશે

02 October, 2020 09:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હવે આ વિમાનમાં પ્રવાસ કરશે

તસવીર સૌજન્યઃ ઈન્ડિયા ટુડે અને ટ્વીટર

ભારતમાં મોડિફાઈડ ‘એર ઈન્ડિયા વન’નો પ્રવેશ થયો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેશના રાષ્ટ્રપતિ તેમ જ ઉપ-રાષ્ટ્રપતિ પ્રવાસ કરશે.

ભારત સરકારે બે રેટ્રોફીટેડ બોઈંગ 777-3000 ઈઆર એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જે દિલ્હી એરપોર્ટમાં પ્રવેશ્યા છે. જુલાઈ મહિનામાં જ આ વિમાનોની ડિલિવરી થવાની હતી પરંતુ કોરોના મહામારીને લીધે વિલંબ થયો હતો.

બોઈંગ 777-3000 ઈઆર એરક્રાફ્ટમાં વીવીઆઈપી સ્યુટ, બે કોન્ફરન્સ રૂમ, એક પ્રેસ બ્રિફિંગ રૂમ, મેડિકલ રૂમ અને જેમર્સ સમાવિષ્ટ સિક્યોર કમ્યુનિકેશન્સનો સમાવેશ છે.

આ પહોળા વિમાનમાં મિસાઈલ ડિફેન્સ અને ડિસ્પેન્સિંગ ડિફેન્સ સિસ્ટમ છે, જેમાં મોટા એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેઝર્સ (LAIRCM) સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ્સ છે. હવામાં ને હવામાં જ ઈંધણ પુરી શકાય એવી સુવિધા પણ આ વિમાનમાં છે.

બોઈંગ 747ની બદલે આ નવા બી777 સ્થાન લેશે, જેમાં દેશના અગ્રણીઓ પ્રવાસ કરશે. અમેરિકાના પ્રેસિડેન્ટનું અધિકૃત વિમાન ‘એર ફોર્સ’ છે એવી જ રીતે ભારત પાસે હવે આવા પ્રકારનું વિમાન છે.

પ્રારંભમાં ભારતીય વાયુ સેનાના પાઈલેટ્સ એર ઈન્ડિયાના પાઈલેટ્સ સાથે મળીને આ વિમાન ફ્લાય કરશે.

air india indian air force national news narendra modi ram nath kovind venkaiah naidu