21 March, 2025 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દરેક દેશની વીઝા મંજૂર કરવાની પૉલિસી અલગ-અલગ હોય છે. જોકે તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા પછી પણ ભારતીય ટૂરિસ્ટોની ફરિયાદ રહી છે કે તેમના વીઝા અકળ કારણસર રિજેક્ટ થઈ ગયા. ડિસેમ્બર ૨૦૨૪માં યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)એ કડક રેગ્યુલેશન્સ બનાવતાં ભારતીય ટૂરિસ્ટ્સના વીઝા નકારવાનું પ્રમાણ વધ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૪થી ઑક્ટોબર ૨૦૨૪ દરમ્યાન UAEએ ૨૪.૮ ટકા ભારતીયોના વીઝા નકારી કાઢ્યા હતા. કોરોના પૅન્ડેમિક પછીથી બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના વીઝા-રિજેક્શનનું પ્રમાણ પણ વધ્યું છે. ટૂંકમાં કહીએ તો ૨૦૨૪માં વીઝા રિજેક્ટ થવાને કારણે ભારતીય ટૂરિસ્ટ્સે ૬૬૨ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.