21 December, 2025 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ભારતીય રેલવેએ રેલ મુસાફરોને મોટો ફટકો આપ્યો છે. નવા વર્ષ પહેલા, ભારતીય રેલવેએ ભાડામાં વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ, જનરલ, મેઇલ/એક્સપ્રેસ અને એસી ક્લાસની ટિકિટો વધુ મોંઘી થશે. નોંધનીય છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેની આવક વધારવાનો છે. આ ભાડા વધારાથી ભારતીય રેલવેને વધારાના રૂ. 600 કરોડનું ભંડોળ મળશે. આ રકમ રેલવેના સંચાલન અને જાળવણી ખર્ચને સરભર કરવામાં મદદ કરશે.
ભારતીય રેલવે દ્વારા જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, આ વધેલા ભાડા દરો 26 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. જો કે, રાહત આપતા, રેલવેએ સ્પષ્ટતા કરી છે કે લોકલ ટ્રેનો અને માસિક સીઝન ટિકિટ (MST) ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
૨૬ ડિસેમ્બરથી લાગુ થનારા ભાડા વધારાથી લાંબા અંતરના પ્રવાસીઓ પર અસર થશે. ૨૧૫ કિલોમીટર સુધીની સામાન્ય ટ્રેનો માટે ભાડામાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, તેનાથી વધુ અંતર માટે ભાડામાં પ્રતિ કિલોમીટર ૧ પૈસા અને મેલ, એક્સપ્રેસ અને એસી ટ્રેનો માટે પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો થશે.
દરમિયાન, નોન-એસી ભાડામાં 500 કિમી મુસાફરી કરનારા મુસાફરોએ વધારાના રૂ. 10 ચૂકવવા પડશે. આ ફેરફારથી અંદાજિત રૂ. 600 કરોડની આવક થશે. ભાડામાં વધારો કરવાના રેલવેના નિર્ણયની સીધી અસર લાંબા અંતરના પ્રવાસીઓના બજેટ પર પડશે.
નોંધનીય છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેની આવક વધારવાનો છે. આ ભાડા વધારાથી ભારતીય રેલવેને વધારાના રૂ. 600 કરોડનું ભંડોળ મળશે. આ રકમ રેલવેના સંચાલન અને જાળવણી ખર્ચને સરભર કરવામાં મદદ કરશે.
આમાં રેલવે સ્ટેશન સુવિધાઓ, કોચ જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે. છેલ્લા દસ વર્ષોમાં, રેલવેએ તેના નેટવર્ક અને કામગીરીનો નોંધપાત્ર વિસ્તાર કર્યો છે, જે દેશના દૂરના ખૂણા સુધી પણ પહોંચ્યો છે.