સિક્કા લઈ જવાની પરમિશન નથી ત્યાં સ્પ્રેનું કૅન કેવી રીતે લઈ જવાયું?

14 December, 2023 09:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૦૧માં સંસદભવન પર હુમલા પછી સંસદભવનની સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હી પોલીસ અને સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના એક સ્પેશ્યલ યુનિટનો કાફલો સંસદભવન ખાતે તહેનાત હોય છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીમાં ગઈ કાલે વિન્ટર સેશન દરમ્યાન સ્પ્રેનું કૅન લઈને સંસદભવનની બહાર વિરોધ-પ્રદર્શન કરનાર એક પુરુષની અટકાયત કરી રહેલી પોલીસ. 

૨૦૦૧માં સંસદભવન પર હુમલા પછી સંસદભવનની સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હી પોલીસ અને સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના એક સ્પેશ્યલ યુનિટનો કાફલો સંસદભવન ખાતે તહેનાત હોય છે. એ ઉપરાંત ફાયર-સર્વિસ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ સહિત અન્ય એજન્સીઓના જવાનો અને અધિકારીઓને લઈને સુરક્ષાનાં અન્ય લેયર્સ છે. વિઝિટર્સની તપાસ કરવામાં આવે છે અને તેમનો સામાન પણ ચેક થાય છે. ફોન્સ, બૅગ્ઝ, પેન્સ, પાણીની બૉટલ્સ અને સિક્કા લઈ જવાની પણ પરમિશન નથી. વિઝિટર્સે તેમના આધાર કાર્ડ પણ બતાવવા પડે છે. તેમણે ફુલ બોડી સ્કૅનર્સમાંથી પણ પસાર થવું પડે છે. વિઝિટર્સને પાસ ઇશ્યુ કરતી વખતે પણ બૅકગ્રાઉન્ડ ચકાસવામાં આવે છે. એવી શંકા છે કે લોકસભામાં ઘૂસણખોરી કરનારા બે જણે સ્પ્રેના કૅનને જૂતામાં છુપાવ્યું હતું. તેમની તપાસ કરનારા સિક્યૉરિટી ઑફિસર્સ તરફથી ચૂક રહી ગઈ હશે. 

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદભવનની બહાર કલર સ્મોક સાથે વિરોધ-પ્રદર્શન કરી રહેલી મહિલા પ્રદર્શનકર્તાને પકડી રહેલી પોલીસ. 

૪૨ વર્ષની નીલમ હિસારની રહેનારી છે. તે આ પહેલાં સિવિલ સર્વિસિસની એક્ઝામની તૈયારી કરી રહી હતી. નીલમના ભાઈનું કહેવું છે કે તે ૨૦૨૦માં કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલનમાં ખૂબ જ ઍક્ટિવ હતી. જોકે તે કોઈ પૉલિટિકલ પાર્ટીની સાથે જોડાયેલી નથી. 

 

national news parliament new delhi