પબ્જીથી ભારતીય યુવકોએ જીત્યા ૪૧ લાખ રૂપિયા

20 June, 2019 11:24 AM IST  | 

પબ્જીથી ભારતીય યુવકોએ જીત્યા ૪૧ લાખ રૂપિયા

પબજીએ જીતાડ્યા 41 લાખ રૂપિયા

આએ દિન પબ્જીને કારણે થતા હાદસાઓને કારણે ભારતમાં અનેક રાજ્યોમાં એની પર પ્રતિબંધ આવી ગયો છે. એમ છતાં, એની દિવાનગી દુનિયાભરમાં વધી રહી છે. આ ગેમને લઈને પહેલી વાર કોઈ સારા સમાચાર ભારતમાં આવ્યા છે. દર વર્ષે પબ્જી એક ટુર્નામેન્ટ રમાડે છે. એનું નામ છે પબ્જી મોબાઇલ ક્લબ ઓપન. એમાં ૪ ભારતીય યુવકની ટીમ સોલે ભાગ લીધો હતો. તેમણે છ ગેમ રમી અને એ તમામ જીતી હતી.

એ માટે આ ચાર યુવકોની ટીમને ૬૦,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૪૧ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. હજી આ ચારની ટીમ આગળ બર્લિન જઈને એમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બર્લિનમાં ‌વૈશ્વિક સ્તરે સ્પર્ધા થશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ જે જીતશે એ ટીમને ૧૭.૪૮ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

 આ પણ વાંચો: PUBG Mobile: 0.13.0ના નવા અપડેટમાં આવશે આ ટૉપ 5 ફીચર્સ તમને આવશે પસંદ

national news gujarati mid-day