LoC પર અટકચાળો કરવાનું પાકિસ્તાનને ભારે પડ્યું, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

15 February, 2025 07:29 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

જમ્મુના પુંછ જિલ્લામાં આવેલા LoC પર થયેલા આ ફાયરિંગ બાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પાકિસ્તાની સેનાએ કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના ભારતીય પોસ્ટ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જમ્મુના પુંછ જિલ્લામાં આવેલા LoC પર થયેલા આ ફાયરિંગ બાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાને કેટલું નુકસાન થયું એ વિશે સ્પષ્ટ માહિતી નથી મળી પરંતુ અધિકારીઓએ જણાવ્યા અનુસાર ભારે નુકસાન થયું છે.

pakistan jammu and kashmir indian army news national news