આર્મીમાં ૨૫,૦૦૦થી વધારે અગ્નિવીરોની ભરતી માટેની અરજી શરૂ

14 February, 2026 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી એપ્રિલ સુધી અરજી થઈ શકશે, વયમર્યાદામાં ૧ વર્ષની છૂટ

ફાઇલ તસવીર

ભારતીય આર્મીમાં અગ્નિવીર ભરતી ૨૦૨૬ માટે ઑનલાઇન અરજી-પ્રક્રિયા ગઈ કાલથી શરૂ થઈ હતી. રસ ધરાવતા અને લાયક યુવાનો સત્તાવાર ભારતીય આર્મી ભરતીની વેબસાઇટ joinindianarmy.nic.inની મુલાકાત લઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અગ્નિવીર ભરતી માટે મહત્તમ વયમર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ૧૭.૫થી બાવીસ વર્ષની વયના યુવાનો હવે અરજી કરી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી અગ્નિવીરની ભરતી માટે મહત્તમ વયમર્યાદા બે વર્ષ વધારીને ૨૩ વર્ષ કરવા માટે સોશ્યલ મીડિયા પર જોરદાર હિલચાલ ચાલી રહી છે. હવે સરકારે માગણીને અમુક અંશે સ્વીકારીને એક વર્ષની છૂટ આપી છે. ભારતીય સેના અગ્નિવીર ભરતી ૨૦૨૬ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦૨૬ની પહેલી એપ્રિલ છે. લેખિત પરીક્ષા ૨૦૨૬ની પહેલી જૂનથી ૧૫ જૂન દરમ્યાન લેવામાં આવશે.

અગ્નિવીર જનરલ ડ્યુટી (GD), ટેક્નિકલ, ક્લર્ક અને સ્ટોરકીપર ટેક્નિકલ, ટ્રેડ્સમેન, સોલ્જર ફાર્મા, સોલ્જર ટેક્નિકલ નર્સિંગ અસિસ્ટન્ટ, મહિલા પોલીસની આશરે ૨૫,૦૦૦થી વધારે જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

indian army india national news news