02 May, 2025 10:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ
પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત લડાયક મૂડમાં છે. ભારત કોઈ પણ સમયે હુમલો કરશે એવી ભીતિમાં પાકિસ્તાન છે. આ દરમ્યાન ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે અમેરિકાના રક્ષાપ્રધાન પીટ હેગસેથ સાથે ફોન પર વાતચીત કરી હતી. બન્ને વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે વાતચીત થઈ હતી.
એ દરમ્યાન અમેરિકાએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમે ભારતના સૈન્ય અધિકારોનું સમર્થન કરી છીએ. આ અગાઉ અમેરિકન વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરીને બન્નેને તનાવ ઘટાડવા અપીલ કરી હતી.