જમ્મુ-અમ્રિતસર સહિત ૯ ઍરપોર્ટ ૧૦ મે સુધી બંધ

08 May, 2025 10:16 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના ઘણા જિલ્લાઓમાં મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

ઑપરેશન સિંદૂર બાદ ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ૧૦ મે સુધી ૯ ઍરપોર્ટ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમાં જમ્મુ, જોધપુર, અમ્રિતસર, ચંડીગઢ, રાજકોટ, ભુજ, શ્રીનગર, લેહ અને જામનગર ઍરપોર્ટનો સમાવેશ થાય છે. ભારતની મુખ્ય ઍરલાઇન્સે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમની ફ્લાઇટ્સ વિશે માહિતી આપી છે. આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના ઘણા જિલ્લાઓમાં મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે.

jammu and kashmir kashmir amritsar airlines news operation sindoor jodhpur chandigarh bhuj rajkot srinagar leh jamnagar indian government national news news