દેશના નાગરિક બન્યાં એ પહેલાં મતદાર કેવી રીતે બની ગયાં?

08 February, 2026 09:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ મુદ્દે સોનિયા ગાંધીએ ઍફિડેવિટ દાખલ કરી : હવે ૨૧ ફેબ્રુઆરીએ થશે સુનાવણી

સોનિયા ગાંધી

ભારતની નાગરિકતા લેતાં પહેલાં મતદારયાદીમાં નામનો સમાવેશ થયો હોવાના વિવાદ પર કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ રાઉઝ ઍવન્યુ કોર્ટમાં તેમની સામે દાખલ કરાયેલી રિવિઝન પિટિશનનો લેખિત જવાબ રજૂ કર્યો છે. કોર્ટ હવે ૨૧ ફેબ્રુઆરીએ આ કેસની સુનાવણી કરશે. આ રિવિઝન પિટિશન વકીલ વિકાસ ત્રિપાઠી દ્વારા કરવામાં આવી છે જે મૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારે છે. મૅજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫માં સોનિયા ગાંધી સામે કેસ અને તપાસની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી.

સોનિયા ગાંધી સામેની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ૧૯૮૩ની ૩૦ એપ્રિલે ભારતીય નાગરિકતા મેળવી હતી, જ્યારે તેમનું નામ ૧૯૮૦ની નવી દિલ્હીની મતદારયાદીમાં પહેલેથી જ નોંધાયેલું હતું. અરજીમાં ૧૯૮૦ની મતદારયાદીમાં તેમનું નામ સામેલ કરવાના આધાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે જ્યારે એ સમયે તેમની પાસે ભારતીય નાગરિકતા નહોતી.

national news india sonia gandhi congress Crime News