30 December, 2025 03:24 PM IST | Assam | Gujarati Mid-day Correspondent
આસામમાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવાનું અમિત શાહે કર્યું લોકાર્પણ
આસામના વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવની પવિત્ર જન્મભૂમિ બટદ્રવા થાનનું નવનિર્માણ ૨૨૬ કરોડ રૂપિયાના ખર્ચે પૂરું થયું હતું જેનું ગઈ કાલે ભારતના ગૃહપ્રધાન અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસ છે, કેમ કે વૈષ્ણવ સંતની જન્મભૂમિ બટદ્રવા થાનનો પ્રોજેક્ટ મારા દિલની ખૂબ નજીક છે. આ અમારી ખૂબસૂરત સંસ્કૃતિનું જતન કરે છે અને ગુરુજનોના આદર્શને લોકોમાં ફેલાવવાનું કામ કરે છે.’
પૂજનીય વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવ આસામના સ્થાનિકોમાં ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે. આ સાંસ્કૃતિક કેન્દ્રમાં દુનિયાનું સૌથી ઊંચું ગુરુ-આસન અને આસામીઝ સ્ટાઇલની ડિઝાઇન છે.
૧૬૨ વીઘા જમીનમાં ૨૨૭ કરોડ રૂપિયાના ખર્ચે આ સંકુલ બનાવવામાં આવ્યું છે.