ઇંદોરમાં સોનમ રઘુવંશીની તસવીર સાથેના શૂર્પણખા દહન પર હાઈ કોર્ટે લગાવી રોક

29 September, 2025 09:17 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

દશેરા પર ઇંદોરના પૌરુષ સંગઠને શૂર્પણખા દહન કરવાની જાહેરાત કરી હતી

કોર્ટે રાજ્યના અધિકારીઓને એ સુનિ‌શ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે દશેરાના ઉત્સવ પર રાવણના પૂતળાના સ્થાને સોનમ રઘુવંશી કે અન્ય કોઈનું પણ પૂતળું જલાવવામાં ન આવે. 

દશેરા પર ઇંદોરના પૌરુષ સંગઠને શૂર્પણખા દહન કરવાની જાહેરાત કરી હતી. એમાં હનીમૂન હત્યાકાંડ માટે કુખ્યાત સોનમ રઘુવંશી સહિત ૧૧ મહિલાઓની તસવીરો મુકાવાની હતી. જોકે સોનમ રઘુવંશીની મમ્મીએ હાઈ કોર્ટમાં આ ઇવેન્ટ વિરુદ્ધ અરજી કરી હતી. એની સુનાવણીમાં હાઈ કોર્ટે આ કાર્યક્રમ પર રોક લગાવતાં કહ્યું હતું કે આવું કરવું એ જે-તે વ્યક્તિના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે રાજ્યના અધિકારીઓને એ સુનિ‌શ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે દશેરાના ઉત્સવ પર રાવણના પૂતળાના સ્થાને સોનમ રઘુવંશી કે અન્ય કોઈનું પણ પૂતળું જલાવવામાં ન આવે. 

indore dussehra festivals delhi high court Crime News