04 May, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગો-ફર્સ્ટ એરલાઇન્સ (Go first Airline)ની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિનની ડિલિવરી ન કરવાને કારણે એરલાઈને 9 મે સુધી તેની ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. અગાઉ કંપનીએ માત્ર ત્રણ દિવસ માટે ફ્લાઈટ્સ બંધ કરી હતી. જોકે, વણઉકેલાયેલી નાણાકીય કટોકટીના કારણે GoFirstની મુશ્કેલીઓ વધી છે.
આ સાથે Go First એ 15 મે સુધી ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે તે હાલની બુકિંગની તારીખોને વધુ બદલવા પર વિચાર કરી રહી છે. ડીજીસીએએ અગાઉ 3 મે થી 5 મે સુધીની ફ્લાઈટ્સ રદ કરવા માટે એરલાઈનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
આ નોટિસનો જવાબ મળ્યા પછી, DGCA એ કહ્યું કે GoFirst દ્વારા અચાનક કામગીરી સ્થગિત કર્યા બાદ મુસાફરોને પડતી અસુવિધાને ઘટાડવા માટે તે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો, મેરી કોમની કેન્દ્રને અપીલ
ડીજીસીએએ રિફંડ અંગે સૂચના આપી હતી
નોંધનીય છે કે કંપનીએ નાદારીની કાર્યવાહી હેઠળ સરકારને કટોકટીમાંથી બહાર કાઢવાની માંગ પણ કરી છે. આવી સ્થિતિમાં, મુસાફરોએ તેમની ટિકિટના રિફંડની માંગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ આ અંગે આદેશ જારી કર્યો છે. DGCAએ કહ્યું છે કે GoFirstએ મુસાફરોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.