ગૌતમ અદાણી ભુતાનના વડા પ્રધાનને મળ્યા, 570 મેગાવૉટના ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ માટે કરાર

18 June, 2024 11:06 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ગૌતમ અદાણી ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યાલ વાંગચુકને પણ મળ્યા હતા.

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી ગઈ કાલે ભુતાનના વડા પ્રધાન શેરિંગ તોબ્ગેને મળ્યા હતા અને તેમની વચ્ચે ભુતાનમાં ચુખા પ્રાંતમાં 570 મેગાવૉટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ નાખવા માટેના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર ભુતાનના ડ્રક ગ્રીન પાવર કૉર્પોરેશન સાથે થયા હતા.

ગૌતમ અદાણી ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યાલ વાંગચુકને પણ મળ્યા હતા. અદાણીએ કહ્યું હતું કે ‘ભુતાન માટે રાજાનું વિઝન પ્રેરણાદાયી છે. તેમનો ઇકો-ફ્રેન્ડ્લી ગેલેફુ માઇન્ડફુલનેસ સિટીનો માસ્ટરપ્લાન પ્રેરણાદાયી છે. એમાં ડેટા સુવિધા અને કમ્પ્યુટિંગ સેન્ટરોનો પણ સમાવેશ છે.’

national news bhutan gautam adani india