ભૂતપૂર્વ CJI ગવઈ પર બુટ ફેંકનાર વકીલ રાકેશ કિશોર પર ચપ્પલથી હુમલો, જુઓ વીડિયો

09 December, 2025 04:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

23 નવેમ્બરના રોજ CJI તરીકે છ મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરનારા બી.આર. ગવઈએ તેમના કાર્યકાળના સૌથી નાટકીય ક્ષણોમાંના એક પર પ્રતિબિંબ પાડ્યો, જ્યારે એક વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની અંદર તેમના પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ CJI B. R. Gavai પર બુટ ફેંકનાર વકીલ રાકેશ કિશોરને દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં ચંપલથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાંમાં એક અજાણી વ્યક્તિ દ્વારા તેમને ચંપલથી માર મારવામાં આવી રહ્યો છે, જ્યારે તેઓ કહેતા સાંભળાઈ રહ્યા છે કે છે, "કૌન હૈ તુ, સ**લે? સનાતન ધર્મ કી જય હો.” કિશોર સાથે આવેલી એક મહિલા માર મારનાર વ્યક્તિને રોકવા માટે પ્રયત્ન કરતી પણ જણાઈ રહી છે.

વકીલ પર હુમલા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કિશોરે કહ્યું, “એક યુવાન વકીલ, જે કદાચ લગભગ 35 કે 40 વર્ષનો હતો, તેણે મારા પર ચંપલથી હુમલો કર્યો. પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. અને તેણે એમ પણ કહ્યું કે તે ભારતના મુખ્ય ન્યાયાધીશ પર બુટ ફેંકવા બદલ તે મને સજા આપી રહ્યો હતો.” કિશોરે એમ પણ કહ્યું કે તે દલિત છે અને તેથી જ આરોપીઓએ તેમના પર હુમલો કારનું શરૂ કર્યું. જેના સામે કિશોરે પણ `સનાતન` ના નારા પણ લગાવ્યા."

CJI ગવઈએ હુમલા અંગે શું કહ્યું હતું?

23 નવેમ્બરના રોજ CJI તરીકે છ મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરનારા બી.આર. ગવઈએ તેમના કાર્યકાળના સૌથી નાટકીય ક્ષણોમાંના એક પર પ્રતિબિંબ પાડ્યો, જ્યારે એક વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની અંદર તેમના પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો. તેમના અંતિમ દિવસે પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તેમણે આ ઘટનાને યોગ્ય કરવા માટે કારઈ હોવાનું અવગણવાનું પસંદ કર્યું. આ ઘટના 5 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે કોર્ટમાં પૂર્વ CJI પર બુટ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ તેમને બહાર લઈ જતા હતા ત્યારે કિશોરે બૂમ પાડી હતી, "ભારત સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં." મધ્યપ્રદેશમાં ક્ષતિગ્રસ્ત વિષ્ણુ મૂર્તિના પુનઃસ્થાપન અંગેની સુનાવણી દરમિયાન "જાઓ અને દેવતાને જ પૂછો" એવી ટિપ્પણી કર્યા પછી જસ્ટિસ ગવઈ પર અઠવાડિયા સુધી ટીકા થયા બાદ આ ઘટના બની હતી.

ગવઈ બાદ દેશને મળ્યા નવા CJI

જસ્ટિસ સૂર્યકાંત આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ ગ્રહણ કર્યા. ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે તેમનો કાર્યકાળ ૧૫ મહિનાનો રહેશે. તેઓ CJI ભૂષણ આર. ગવઈ (Bhushan R. Gavai) ના સ્થાને આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) એ જસ્ટિસ સૂર્યકાંતને CJI તરીકે શપથ લેવડાવ્યા. CJI ભૂષણ આર. ગવઈએ બંધારણની કલમ 124 ની કલમ 2 હેઠળ આગામી CJI માટે જસ્ટિસ સૂર્યકાંતનું નામ આગળ મૂક્યું હતું.

chief justice of india viral videos jihad new delhi social media national news