20 September, 2026 02:11 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશમાં આવેલા ૪૭૦૦ પેટ્રોલ-પમ્પનું પ્રતિનિધિત્વ કરતા મધ્ય પ્રદેશ પેટ્રોલ-પમ્પ અસોસિએશને એક બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે ૧૫ ઑક્ટોબરથી તેઓ ૨૦૦૦ રૂપિયાથી વધુની રકમ રોકડેથી જ સ્વીકારશે.
ડીલરોએ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા ૦.૪ ટકા MDRનો બોજ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે અને જણાવ્યું છે કે તેમનું માર્જિન ઘણું ઓછું છે અને એમાં આ ચાર્જને કારણે અમારા નિશ્ચિત નફાના માર્જિન પર અસર પડશે. ઈંધણના વેચાણનો મોટો હિસ્સો UPI દ્વારા થાય છે.
જોકે અસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિરોધ-પ્રદર્શન કરશે નહીં. એમ છતાં તેઓ UPI પેમેન્ટ્સને મર્યાદિત કરીને એને નિરુત્સાહિત કરવાનો ઇરાદો ધરાવે છે.