27 May, 2025 08:02 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાશ્મીરથી મુંબઈ સુધી પહેલી ચેરી કાર્ગો ટ્રેન ૩ જૂને દોડાવવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરની બહાર ફ્રૂટ જેવાં નાશવંત ઉત્પાદનોના પરિવહન માટે આ પ્રકારની પહેલી પહેલમાં જમ્મુ રેલવે ડિવિઝનને ૩ જૂન માટે કટરા રેલવે-સ્ટેશનથી મુંબઈના બાંદરા સુધી એની પ્રથમ પાર્સલ-વૅન ફાળવવાની વિનંતી મળી છે. આ પગલાથી ચેરી જેવા નાશવંત માલને ઓછામાં ઓછા નુકસાન સાથે અથવા ગુણવત્તામાં બગાડ વિના એના ઇચ્છિત બજારો સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. આ કાર્ગો ટ્રેનમાં ૨૪ ટન માલ ૩૦ કલાકમાં કટરાથી બાંદરા પહોંચશે.
આ પહેલ રેલવે અને ફળઉત્પાદકો બન્ને માટે ફાયદાકારક બની રહેશે. આ પ્રકારની વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રની અર્થવ્યવસ્થા માટે પણ ઉપયોગી સાબિત થશે.