Union Budget 2023: નિર્મલા સીતારમણે કરી બજેટ ભાષણમાં ભૂલ, જાણો શું કહ્યું?

01 February, 2023 02:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બજેટ રજૂ કરતી વખતે તેમણે એક સામાન્ય ભૂલ પણ કરી દીધી, જેથી સંસદનો માહોલ થોડીક ક્ષણો માટે હળવો બન્યો અને બધાં સાંસદો હસવા માંડ્યા.

નિર્મલા સીતારમણ (તસવીર સૌજન્ય મિડ-ડે)

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સતત પાંચમીવાર દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ રેકૉર્ડ પોતાના નામે કરનારી તે દેશનાં છઠ્ઠાં નાણાં મંત્રી છે. આ દરમિયાન તેમણે શ્રી અન્ન યોજના, પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન સ્કીમ સહિત અનેક યોજનાઓની જાહેરાત કરી. તેમણે બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પર જોર આપ્યું. જો કે, બજેટ રજૂ કરતી વખતે તેમણે એક સામાન્ય ભૂલ પણ કરી દીધી, જેથી સંસદનો માહોલ થોડીક ક્ષણો માટે હળવો બન્યો અને બધાં સાંસદો હસવા માંડ્યા. હકિકતે સ્ક્રેપિંગ પૉલિસીમાં ઈન્સેન્ટિવની જાહેરાત કરતા નાણાંમંત્રી બોલી ગયા કે બધા વાહનોને ખસેડવામાં આવશે. આના પર બધા સાંસદો હસવા માંડ્યા અને નાણાં મંત્રીએ પોતાની વાતમાં સુધારો કર્યો.

નાણાં મંત્રી જ્યારે પ્રદૂષણ કરનારા વાહનોને ખસેડવાની વાત કરી રહ્યા હતાં ત્યારે ભૂલથી તે બધા વાહનો બોલી ગયાં. ત્યારે વિપક્ષી સાંસદે ધ્યાન અપાવ્યું, ત્યાર બાદ બધા હસી પડ્યા. સીતારમણે તરત તેને સુધારીને ફરીથી તે લાઈન વાંચી. ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું કે વાહનોની સ્ક્રેપિંગ માટે વધારે ફન્ડ આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. ફિનાન્સ મિનિસ્ટરે કહ્યું કે વાહનોની સ્ક્રેપિંગ પૉલિસી હેઠળ ફાયદા પણ આપવામાં આવશે. તેમણે બજેટમાં ગ્રીન ગ્રોથના કૉન્સેપ્ટનો પણ ઉલ્લેખ કર્યો.

આ પણ વાંચો : Union Budget 2023: ટેક્સને લઈ બજેટમાં મોટી જાહેરાત, જાણો શું કહ્યું સીતારમણે

બજેટમાં રેલવે માટે 2.4 લાખ કરોડ રૂપિયાનું ફન્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે. રેલવેની નવી યોજનાઓ માટે 75000 કરોડ રૂપિયાનું ફન્ડ આપવામાં આવશે. રેલવેમાં 100 નવી મહત્વની યોજનાઓની શરૂઆત કરવામાં આવસે. નાણાંમંત્રીએ આ બજેટમાં ડિજિટલાઈઝેશન પર ખાસ જોર આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ડિજિકૉલરના ઉપયોગને પ્રોત્સાહન આપીશું. આ સિવાય કેવાઈસીને સરળ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. આ સિવાય કેવાઇસીને સરળ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. આ સિવાય રાજ્યોના સ્તર પર પણ અલગથી લાઈબ્રેરી સ્થાપિત કરવા પર જોર રહેશે.

national news union budget nirmala sitharaman