ગામની સ્કૂલનો વિડિયો બનાવવા બદલ CJPના કાર્યકરના પિતા સાથે થઈ જીવલેણ મારપીટ

17 August, 2026 11:37 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

પોલીસે BJPના સ્થાનિક નેતા સહિત ૮ જણની ધરપકડ કરી, અભિજિત દીપકેએ કહ્યું કે CJPની ટીમ પશ્ચિમ બંગાળ આવશે અને કાર્યકરના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીશું

CJPના કાર્યકર મફીકે ગામની સ્કૂલનો વિડિયો બનાવ્યો હતો એનો સ્ક્રીન-શૉટ.

પશ્ચિમ બંગાળના બાંકુડામાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકર શેખ અબ્દુલ હફીઝના પિતા જનામ મફીકનું ૧૫ ઑગસ્ટે ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. CJPનો આરોપ હતો કે મફીક ૧૩ ઑગસ્ટે તેમના ગામ કરિસુંડાની સરકારી સ્કૂલમાં CJPના ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનમાં સામેલ થયા હતા. તેમણે સ્કૂલની ખરાબ હાલત વિશેનો વિડિયો બનાવ્યો હતો. એ જ સાંજે કેટલાક હથિયારધારી લોકોએ તેમના ઘરમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરી હતી. હુમલાખોરોએ તેમને માફી માગતો વિડિયો રેકૉર્ડ કરવા કહ્યું હતું. એમ કરવાની ના પાડતાં મારપીટ કરી હતી. આ હુમલામાં હફીઝ અને તેના પિતાના માથા પર ગંભીર ઈજા થઈ હતી.

આ મુદ્દે ગઈ કાલે CJPના ફાઉન્ડર અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી અબ્દુલ અને તેના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ. CJPની ટીમ પશ્ચિમ બંગાળ જશે.’ 
સ્થાનિક લોકોના કહેવા મુજબ હફીઝ ૧૯ જુલાઈએ દિલ્હીમાં CJPના આંદોલનમાં ગયો હતો અને ૨૭ જુલાઈએ પાછો આવ્યો હતો. હફીઝની મમ્મી હસીના બેગમે ગઈ કાલે પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેમના ઘરમાં ઘૂસીને આવેલા દસથી ૧૫ હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ફરિયાદમાં તેણે પાંચ લોકોનાં નામ પણ આપ્યાં હતાં. 
સ્થાનિક પોલીસે BJPના નેતા સહિત ૮ જણને પકડી લીધા છે. 

west bengal cockroach janata party political news abhijit dipake bhartiya janta party bjp bharatiya janata party Crime News