04 April, 2019 06:43 PM IST | વાયનાડ
રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ગુરૂવારે બપોરે નામ નોંધાવી લીધું છે. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતી. આ અવસરે રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે તેની સામે ઊભા રખાયેલા સીપીએમના ઉમેદવાર વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલે.
હું CPM વિરૂદ્ધ કંઈ નહીં બોલું : રાહુલ
રાહુલે કહ્યું કે, "હું સમજું છું કે સીપીએમના મારા ભાઈઓ અને બહેનો મારા વિરુદ્ધ બોલશે અને મારા પર શાબ્દિક પ્રહાર કરશે. પણ, ચૂંટણી પ્રચાર દરમિયાન હું એક પણ શબ્દ તેમના વિરુદ્ધ નહીં બોલું." રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હકું કે "હું કેરળ આવ્યો છું અને તમામ લોકોને એક મેસેજ આપી છું કે ભારત એક છે, તે ભલે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ. મારો ઉદ્દેશ્ય માત્ર મેસેજ આપવાનો છે કારણકે દક્ષિણ ભારતમાં એવી ભાવના છે કે જે રીતે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે તે તેમની ભાષા અને સંસ્કૃતિ પર પ્રહાર છે."
આ પણ વાંચો : ભારતમાં ટિકટોક થઈ શકે છે બંધ, હાઈ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડી છે, પણ પહેલી વાર તે દક્ષિણ ભારતની વાયનાડ લોકસભા સીટની પસંદગી કરી છે. આ વખતે તે બન્ને જગ્યાએથી ચૂંટણી લડે છે.