17 June, 2022 02:59 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મની લૉન્ડ્રિંગ (Money Laundering)મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Delhi Health Minister) સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે સવારે ઇડી એટલે કે પ્રવર્તન નિદેશાયલે ફરી એકવાર સત્યેન્દ્ર જૈનના સહયોગીઓ સહિત અડધો ડઝનથી વધારે જગ્યાએ દરોડા (Raid) પાડ્યા છે. ઇડીના સૂત્રો પ્રમાણે આમાં સત્યેન્દ્ર જૈનના ઠેકાણાં પણ સામેલ છે જ્યાં શુક્રવારે સવારે દરોડા પાડવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈન હાલ ધરપકડ બાદથી દિલ્હીની (Delhi) તિહાડ જેલમાં(Tihad Jail) છે.
તાજેતરમાં જ EDએ આ મામલે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીઓને ત્યાં દરોડા પણ પાડ્યા હતા. તે સમયે કુલ 7 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી પ્રકાશ જ્વેલર્સને ત્યાં 2.23 કરોડ અને વૈભવ જૈનને ત્યાંથી 41.5 લાખ રૂપિયા કૅશ સિવાય 133 સોનાના સિક્કા મળ્યા હતા. તો પ્રૂડેંસ સ્કૂલના ચૅરમેન જીએસ મથારૂને ત્યાં પણ 20 લાખ રૂપિયા રોકડ મળ્યા હતા.
આમ આદમી પાર્ટીએ ફગાવ્યા દાવા
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલ વડાપ્રધાન પોતાની સંપૂર્ણ તાકાત સાથે આમ આદમી પાર્ટીની પાછળ પડ્યા છે. ખાસ તો દિલ્હી અને પંજાબ સરકારની પાછળ, ખોટે ખોટાં, તમારી પાસે બધી એજન્સીની તાકાત છે, પણ ભગવાન અમારી સાથે છે. ઇડીની દાવા પછી આમ આદમી પાર્ટી (આપ)એ EDના પંચનામાની કૉપી બતાવતા દાવો કર્યો EDને સત્યેન્દ્ર જૈનના ઘરેથી કંઈ મળ્યું નતી. ઇડી બદનામ કરવાના હેતુથી આ કરી રહી છે પણ રેઇડ નિષ્ફળ ગઈ.
શું છે આખી ઘટના
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) વિરુદ્ધ મની લૉન્ડ્રિંગ (Money Laundering)નો કેસ ઑગસ્ટ 2017માં સીબીઆઈ (CBI) દ્વારા તેમના અને અન્ય વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિ રાખવાના આરોપમાં નોંધાયેલ પ્રાથમિકી (FIR) બાદ આવ્યો. સીબીઆઇએ ડિસેમ્બર 2018માં એક આરોપનામું (Charge Sheet) દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 2015-17 દરમિયાન કહેવાતી આવકથી વધારે સંપત્તિ (Disproportionate Asset)ની કિંમત 1.47 કરોડ રૂપિયા હતી, જેની આવતના સ્ત્રોત (Source of Income)થી લગભગ 217 ટકા વધારે હતી. આવકવેરો વિભાગ (Income Tax Deppartment)એ પણ આ લેવડ-દેવડની તપાસ કરી હતી અને કહેવાતી રીતે સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલી બેનામી સંપત્તિને કુર્ક કરવાના આદેશ જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી આમાં ઇડી (ED)ની એન્ટ્રી થઈ હતી.