ઓછા વરસાદને લીધે ગુજરાત અને રાજસ્થાનમાં દુકાળ શક્ય

25 August, 2021 10:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સામાન્યથી ઓછા વરસાદની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યાર સુધીમાં કોઈ સુધારો થયો નથી

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં બ્રેકનો બીજો તબક્કો પણ આવ્યો. જોકે, નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં ૯ ટકા પર આવી ગઈ છે.

ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળની સંભાવના છે. સામાન્યથી ઓછા વરસાદની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યાર સુધીમાં કોઈ સુધારો થયો નથી. સ્કાઈમેટના જતીન સિંહના જણાવ્યા અનુસાર, ચોમાસુ નબળું પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં લાંબા ૫ ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં થયેલો ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે.

સ્કાઈમેટના જણાવ્યા મુજબ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે એનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના મધ્ય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે.

national news gujarat rajasthan