બિહારમાં ઍમ્બ્યુલન્સમાં બળાત્કાર

27 July, 2025 10:00 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

હોમગાર્ડના ભરતીમેળામાં બેહોશ થયેલી યુવતી પર ડ્રાઇવર અને ટેક્નિશ્યને કર્યો બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

બિહારના ગયા જિલ્લામાં હોમગાર્ડની ભરતી દરમ્યાન બેહોશ થઈ ગયેલી મહિલા-ઉમેદવારને હૉસ્પિટલમાં લઈ જતી વખતે ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર અને ટેક્નિશ્યને તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભરતીમાં દોડ વખતે ઇમામગંજથી આવેલી આ મહિલા બેભાન થઈ ગઈ હતી. તેને ઉતાવળમાં હૉસ્પિટલ મોકલવા માટે ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઍમ્બ્યુલન્સ મહિલાને હૉસ્પિટલ લઈ ગઈ, પણ એ દરમ્યાન ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર અને ટેક્નિશ્યને રસ્તામાં મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ કેસ બહાર આવતાં હોબાળો મચી ગયો હતો અને પોલીસે ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર વિનય કુમાર અને ટેક્નિશ્યન અજિત કુમારની ધરપકડ કરી છે.

national news india bihar Rape Case sexual crime Crime News