જંગલમાંથી મળ્યો પ્રાઈવેટ પાર્ટ કપાયેલ મૃતદેહ, યુવક અને યુવતીની નગ્ન લાશ

19 November, 2022 09:02 PM IST  |  Udaipur | Gujarati Mid-day Online Correspondent

બન્નેના ચહેરાને પત્થરથી કચડવામાં આવ્યા. પુરાવા ખતમ કરવા માટે લાશ બાળવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો.

પ્રતીકાત્મક તસવીર

ઉદયપુરના (Udaipur) ગોગુંદા થાણા ક્ષેત્રમાં ઉબેશ્વરજી કેમાં મળેલી યુવકી યુવતીની લગ્ન લાશ (Found Dead body) બાદ ગામમાં દહેશતનો માહોલ છે. હત્યા કરનારે છોકરાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો અને છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજાના નિશાન હતા. આથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે બન્નેની હત્યા કરવામાં આવી છે. બન્નેના ચહેરાને પત્થરથી કચડવામાં આવ્યા. પુરાવા ખતમ કરવા માટે લાશ બાળવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો.

પોલીસ પ્રમાણે યુવકની ઓળખ પલોદડા, બાંસવાડા નિવાસી રાહુલ મીણા (32) તેમજ યુવતીની ઓળખ મદાર ગામ નિવાસી સોનુ (31) તરીકે થઈ છે. યુવક સ્કૂલમાં શિક્ષક હતો. તેના લગ્ન 2017માં થયા હતા. તેને બે દીકરીઓ છે. પિતા મીણા પોલીસમાં હેડ કૉન્સ્ટેબલ છે. જે પોલીસ લાઈનમાં તૈનાત છે. યુવક 15 નવેમ્બરથી લાપતા હતો. ઘરવાળા તેને શોધી રહ્યા હતા. પિતાએ સ્થાનિક પોલીસ ચોકીમાં આની સૂચના પણ આપી હતી. મૃક સોનુના પિતાએ પોલીસને જણાવ્યું કે દીકરીના લગ્ન ભાગલમાં થયા હતા. પતિ સાથે અણબનાવ થતા તેણે ઘર છોડી દીધું હતું. પતિ વિરુદ્ધ ભરણ પોષણ મામલે કેસ પણ નોંધાવ્યો હતો. હાલ તે બડગામમાં રહેતી હતી, જ્યાં સિલાઈ કામ કરતી હતી.

પ્રેમ પ્રસંગમાં શંકા થકી હત્યા, મૃતદેહ બે દિવસ જૂના
ઉદયપુર એસપી વિકાસ શર્મા પ્રમાણે શરૂઆતની તપાસમાં કેસ પ્રેમ પ્રસંગનો લાગી રહ્યો છે. કોઈકે પ્રેમ પ્રસંગમાં અડચણને કારણે હત્યા કરી છે. જે રીતે આ ઘટના થઈ છે ઈશારો તે તરફ જ થાય છે. મૃતદેહો પર છે અનેક ઈજાના નિશાન. મૃતદેહને જોઈને ઘટના એક બે દિવસ જૂની લાગે છે.

આ પણ વાંચો : સેક્સ રેકેટનું `સ્ટિંગ ઑપરેશન`, જંગલમાં સતત થતું રહ્યું અમંગલ, આમ થયો ભાંડાફોડ

મોબાઈલના કૉલ ડિટેલ્સની થઈ રહી છે તપાસ
ગોગુંદા થાણાધિકારી યોગેન્દ્ર વ્યાસે જણાવ્યું કે બપોરે 12 વાગ્યે અહીં ઉબેશ્વરજી રોડથી અંદરની તરફ ગાઢ જંગલમાં લાશ પડેલી જોઈ ગ્રામજનોએ સૂચના આપી હતી. મૃતદેહ પાસે કપડા અને બૂટ મળ્યા છે. છોકરાના કપડાની નીચે મોબાઈલ પણ દબાયેલ મળ્યો. આમાં કૉલ ડિટેલ્સના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે એફએસએલ અને ડૉગ સ્ક્વૉડની ટીમ પણ પહોંચીને તપાસમાં લાગી ગઈ છે. કેસની ગંભીરતાને જોતા એએસપી કુંદન કંવરિયા, ગિર્વા ડિપ્ટી ભૂપેન્દ્ર સિંહ અને અન્ય ઘટનાસ્થળે પહોંચ્યા.

national news udaipur Crime News