25 November, 2026 03:07 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
દારૂ ખરીદનારની તપાસ
મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ મહિનામાં શરાબના સેવનથી થયેલા મૃત્યુના અહેવાલો વચ્ચે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને સાગર જિલ્લામાં એક્સાઇઝ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે એક એવું અભિયાન શરૂ કર્યું છે જ્યાં સરકારી ડૉક્ટરોને શરાબની દુકાનોની બહાર તહેનાત કરવામાં આવ્યા છે, જેઓ શરાબ ખરીદવા આવતા લોકોના સ્વાસ્થ્ય અને બીમારીઓ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
આ સંદર્ભમાં બીના શહેરમાં ગાંધી સ્ક્વેર ખાતેની એક શરાબની દુકાનનો વિડિયો પણ સામે આવ્યો છે, જ્યાં આ આરોગ્ય-કૅમ્પ શરૂ કરવામાં આવ્યો છે. શરાબ લેવા આવતા લોકોના લિવર અને કિડની-પરીક્ષણ માટે લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. પહેલા બે દિવસમાં ૧૪૭ લોકોની તપાસ કરવામાં આવી હતી.