રોડ શોમાં કાર્યકરે ફેંકેલી માળા સીધી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલના ગળામાં આવીને પડી, જુઓ વીડિયો

03 February, 2025 03:02 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

Dimple Yadav Viral Video: ડિમ્પલ ભાભી ઝિંદાબાદ અને જય જય અખિલેશના નારા વચ્ચે ભીડમાં ઉભેલા એક એક કાર્યકરે નેતાઓની ગાડી પર ફૂલોની માળા ફેંકી હતી. આ માળા સીધી જઈને વચ્ચે ઉભેલી ડિમ્પલ યાદવના ગળામાં ફસાઈ ગઈ હતી.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મિલ્કીપુરમાં પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. હાલમાં જ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ રોડ શો પણ કરી રહી છે. ડિમ્પલ યાદવની રેલી દરમિયાન કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે ડિમ્પલ યાદવ પણ ચોંકી ગયા હતા અને તેઓ શરમાઈ ગયા હતા. ભીડે પાર્ટીના નેતાઓના નામે ઝિંદાબાદના નારા લગાવ્યા તે વખતે એક ઉત્સાહિત સપા કાર્યકરે ફૂલોનો હાર ફેંક્યો, જે સીધો ડિમ્પલના ગળામાં પડ્યો હતો.

ડિમ્પલ યાદવ મિલ્કીપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અજીત પ્રસાદના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. તેમની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહિલા સભાના પ્રમુખ જુહી સિંહ તેમજ મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ પણ હાજર હતા. આ તમામ લોકો ખુલ્લી જીપમાં ઊભા રહીને રોડ શો કરી રહ્યા હતા. તે  દરમિયાન એક માળા આવીને સીધી ડીમ્પલ યાદવના ગાળામાં પડી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ડિમ્પલ ભાભી ઝિંદાબાદ અને જય જય અખિલેશના નારા વચ્ચે ભીડમાં ઉભેલા એક એક કાર્યકરે નેતાઓની ગાડી પર ફૂલોની માળા ફેંકી હતી. આ માળા સીધી જઈને વચ્ચે ઉભેલી ડિમ્પલ યાદવના ગળામાં ફસાઈ ગઈ હતી. ડિમ્પલે શરમાઈને તેના ગળામાંથી માળા કાઢી, અને હસીને લોકોને આમ કરવાની ના પાડી. તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓએ પણ લોકોને સમજાવ્યા. ડિમ્પલ યાદવે અયોધ્યાના મિલ્કીપુરમાં 10 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન એક કાર્યકર્તાએ `ડિમ્પલ ભાભી ઝિંદાબાદ`ના નારા લગાવતા તેમના તરફ ફૂલોનો હાર ફેંક્યો હતો જે સીધો તેમના ગળામાં પડ્યો હતો. અજીત પ્રસાદ સપાની ટિકિટ પર મિલ્કીપુરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે ચંદ્રભાન પાસવાનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ડિમ્પલ યાદવ સાથે બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે લોકો તેના પર પોતાની જુદી જુદી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વાયરલ વીડિયોના કમેન્ટ બૉક્સમાં એક સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટ કરી - `મિલ્કીપુરના લોકોએ સમાજવાદી પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, તેઓ માત્ર 8મીની રાહ જોઈ રહ્યા છે.` અન્ય એક યુઝરે લખ્યું, `માળા ફેંકનાર વ્યક્તિને દેશની ક્રિકેટ ટીમમાં સ્થાન મળવું જોઈએ.` ડિમ્પલ યાદવ સાથે બનેલી આ ઘટનાને ગંભીર ગણાવતા અન્ય એક યુઝરે લખ્યું, `જો આ માળા ત્યાં ન હોત તો? કાળજી લેવી પડશે. એવું ન થવું જોઈએ.` આ સાથે બીજા અનેક લોકો પણ પ્રતિક્રિયા આપીને પોતાનો મત શૅર કરી રહ્યા છે.

samajwadi party political news ayodhya viral videos social media national news