18 May, 2023 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર
કર્ણાટકના આગામી મુખ્યમંત્રી (Karnataka CM) કોણ હશે?તે આખરે સ્પષ્ટ થઈ ગયું છે. પાર્ટી હાઈકમાન્ડે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી છે. દરમિયાન, સૂત્રોનું કહેવું છે કે ચાર દિવસની ઉગ્ર વાટાઘાટો બાદ, કોંગ્રેસ આજે સાંજે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સિદ્ધારમૈયા(Siddaramaiah)ને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર (DK Shivkumar)ને ઉપમુખ્યમંત્રી તરીકે જાહેર કરશે.
લાંબી ચર્ચાઓ અને વિચાર-વિમર્શ પછી કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress)ના એકમના વડા ડી.કે. શિવકુમારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાનનું પદ સ્વીકાર્યું છે, અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ના હસ્તક્ષેપ પછી આ શક્ય બન્યું છે. સૂત્રોએ આ દાવો કર્યો છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના ટોચના નેતૃત્વએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા છે અને શિવકુમાર તેમના ડેપ્યુટી હશે.
બુધવારે મોડી સાંજે સોનિયા ગાંધીએ શિવકુમાર સાથે વાત કરી ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાં સુધી શિવકુમાર મુખ્યમંત્રી પદની માંગ પર અડગ હતા. કોંગ્રેસનો વિચાર રાજ્યનું મુખ્યપ્રધાન પદ બીજી વખત સિદ્ધારમૈયાને સોંપવાનો છે, પરંતુ અત્યાર સુધી શિવકુમાર આ પદ પર અડગ હતા.
આ પણ વાંચો: બજરંગ દળ અને હનુમાન ચાલીસા : ચાલો, આપણે સૌ આયાત શીખવાની શરૂઆત કરીએ
બંને નેતાઓ સિદ્ધારમૈયા અને શિવકુમાર બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલ - અને રાજ્યના ટોચના પદ માટે પોતપોતાના પક્ષો રજૂ કર્યા.
સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધીએ બુધવારે મોડી સાંજે શિવકુમાર સાથે વાત કરી હતી અને તે પછી તેઓ નંબર 2 પદ માટે સંમત થયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ શનિવારે બેંગલુરુમાં યોજાશે.
ડી.કે. શિવકુમાર છેલ્લા ચાર વર્ષ દરમિયાન કરેલા તેમના કામને ટાંકીને રાજ્યના ટોચના પદ માટે દાવો કરી રહ્યા હતા - હકીકતમાં, ચાર વર્ષ પહેલાં એચ.ડી. કુમારસ્વામીની જનતા દળ સેક્યુલર (JDS) સાથેની કોંગ્રેસની ગઠબંધન સરકાર વિધાનસભ્યોના મોટા જૂથના પક્ષપલટા પછી પડી ભાંગી હતી. પરંતુ તે જ સમયે શિવકુમારે એમ પણ કહ્યું હતું કે તેઓ `બ્લેકમેલ`નો આશરો લેશે નહીં.
તેમણે કહ્યું હતું કે તેમણે ગાંધી પરિવાર અને મલ્લિકાર્જુન ખડગેને ખાતરી આપી છે કે તેઓ કર્ણાટક જીતીને પાર્ટીને આપશે.