દિલ્હી-NCRમાં આંધી સાથે ભારે વરસાદ, વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી

18 May, 2025 12:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નોએડામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો. પૂર્વ દિલ્હીમાં કરા પણ પડ્યા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોની ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે.

ન્યુ અશોક નગર રૅપિડ રેલ મેટ્રો સ્ટેશનના છાપરાને નુકસાન થયું હતું.

દિલ્હી-NCRમાં ગઈ કાલે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. અહીં આંધી સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને ટ્રૅફિક-જૅમનાં દૃશ્યો સર્જાયાં હતાં. અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયાં હતાં.

અશોક રોડ પર રિક્ષા પર તૂટી પડેલું ઝાડ.

નોએડામાં તૂટી પડેલો વીજળીનો થાંભલો.

હવામાન વિભાગે હજી વરસાદ પડવાની આગાહી કરી છે. નોએડામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો. પૂર્વ દિલ્હીમાં કરા પણ પડ્યા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોની ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે.

new delhi monsoon news national news news Weather Update