Delhi: `સિસોદિયાના ઘરે થયેલી બેઠકમાં હાજર હતા રાઘવ ચડ્ઢા`, EDની ચાર્જશીટમાં દાવો

02 May, 2023 01:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Excise Policy Case: EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દિલ્હીની નવી આબકારી નીતિ અરવિંદ કેજરીવાલનું જ બ્રેન ચાઈલ્ડ (મગજની ઉપજ) હતી. આની સાથે જ વિજય નાયરને AAPના મહત્વપૂર્ણ સભ્ય જણાવવામાં આવ્યા છે.

રાઘવ ચડ્ઢા (તસવીર સૌજન્ય મિડ-ડે)

Delhi Excise Policy Case: EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દિલ્હીની નવી આબકારી નીતિ અરવિંદ કેજરીવાલનું જ બ્રેન ચાઈલ્ડ (મગજની ઉપજ) હતી. આની સાથે જ વિજય નાયરને AAPના મહત્વપૂર્ણ સભ્ય જણાવવામાં આવ્યા છે.

દિલ્હી શરાબ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. દિલ્હી આબકારી નીતિ મામલે પ્રવર્તન નિદેશાલય (ઈડી) તરફથી એક સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં દિલ્હી શરાબ કૌભાંડની તપાસ હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢા સુધી પહોંચતી જોવા મળી રહી છે. ઈડીની આ ચાર્જશીટમાં અનેક મોટા ખુલાસા થયા છે.

આબકારી નીતિ મામલે હવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાનું નામ સામે આવ્યું છે. ઈડીની ચાર્જશીટ પ્રમાણે મનીષ સિસોદિયાના પીએમસી અરવિંદે પોતાના નિવેદનમાં રાધવ ચડ્ઢાનું નામ લીધું છે. ચાર્જશીટ પ્રમાણે સી અરવિંદે પોતાના નિવેદનમાં કહ્યું કે ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાના રહેઠાણ પર એક બેઠક થઈ હતી જેમાં રાઘવ ચડ્ઢા પંજાબ, પંજાબના એક્સાઈઝ કમિશનર, આબકારી અધિકારી અને વિજય નાયર હાજર હતા. ચાર્જશીટમાં રાઘવ ચડ્ઢાના નામનો ઉલ્લેખ છે. જોકે, આરોપી તરીકે નામ નથી.

વિજય નાયર હતા AAPના મહત્વપૂર્ણ સભ્ય
EDએ ચાર્જશીટમાં કહ્યું કે વિજય નાયરે અરુણ પિલ્લઈ, અભિષેક બોઈનપલ્લી અને બુચી બાબૂ સાથે ઝૂમ કૉલ અરેન્જ કરાવ્યો હતો આમાં કહેવામાં આવ્યું કે વિજય નાયર આમ આદમી પાર્ટીના (AAP)ના મહત્વપૂર્ણ સભ્ય હતા અને આબકારી નીતિને મેનેજ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Mumbai Crime: ભિવંડીમાંથી કર્યુ બાળકનું અપહરણ, બાદમાં મહિલાને 2 લાખમાં વેચ્યું

કેજરીવાલના મગજની ઉપજ હતી શરાબ નીતિ
પ્રવર્તન નિદેશાલય તરફથી દાખલ ચાર્જશીટમાં દાવો કરતા કહેવામાં આવ્યું છે કે નવી આબકારી નીતિ અરવિંદ કેજરીવાલના જ મગજની ઉપજ (Brain Child) હતી. આની સાથે જ ચાર્જશીટમાં તેલંગણના સીએમ કેસીઆરની દીકરી કે કવિતાનો પણ ઉલ્લેખ છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કે કવિતાએ આબકારી નીતિ બનાવવા અને તેના લાગુ પડ્યા બાદ વિજય નાયર સાથે અનેકવાર મીટિંગ કરી હતી.

national news directorate of enforcement new delhi delhi arvind kejriwal manish sisodia raghav chadha aam aadmi party