05 February, 2025 08:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આજે દિલ્હીમાં મતદાન
દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીના ૧ કરોડ પંચાવન લાખ મતદાતાઓ સતત ત્રીજી વાર અરવિંદ કેજરીવાલને ચૂંટે છે કે નહીં એના પર સૌની નજર છે. ગઈ કાલે ચૂંટણી-અધિકારીઓ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન અને ચૂંટણીનું અન્ય મટીરિયલ લઈને બસમાં પોતપોતાના મતદાનમથક પર જતા જોવા મળ્યા હતા.