23 November, 2023 01:29 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી હત્યાની એક ભયાનક ઘટના (Delhi Crime) સામે આવી છે. અહીં લૂંટ કરવા માટે એક સગીર યુવકે એક વ્યક્તિને 100થી વધુ વાર ચાકુના ઘા માર્યા હતા. આટલું જ નહીં તેની હત્યા બાદ ઘાતકી હત્યારાએ મૃતદેહ પાસે ડાન્સ પણ કર્યો હતો.
શું છે આ સમગ્ર મામલો?
આ મામલો 21મી નવેમ્બરની મોડી રાત્રે 11.15 વાગ્યાની આસપાસ બન્યો હતો. મૃતક વ્યક્તિ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાથી અહીં ખૂબ જ સાંકડી શેરીઓ છે. યુવકને જતો જોઈને તે જ વિસ્તારનો એક સગીર છોકરો લૂંટના ઈરાદે મૃતક પર પહેલા પાછળથી હુમલો કરે છે અને મૃતક બેહોશ થવાની અણી પર પહોંચતા જ સગીર આરોપીએ તેના પર કટર જેવા છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
આ કેસ (Delhi Crime)માં ડીસીપી (ઉત્તર-પૂર્વ) જોય તિર્કીએ જણાવ્યું હતું કે 16 વર્ષના આરોપીએ પહેલા પીડિતનું ગળું દબાવ્યું અને જ્યારે તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેણે તેના પર છરી વડે અનેક વાર કર્યા હતા. આ પછી તેની પાસેથી લગભગ 350 રૂપિયા લૂંટી લીધા હતા. હુમલામાં ઘાયલ થયેલા પીડિતને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ 100થી પણ વધુ વાર તેના પર ચાકુના ઘા કર્યા હતા. તેટલું જ નહીં તે પેલી વ્યક્તિનું ગળું પણ કાપી નાખે છે. ત્યારબાદ લોકોને જોરજોરથી ધમકાવવા માંડે છે. બૂમો પાડે છે. અને ત્યાં જ ન અટકતા તે મૃતકની લાશ પાસે નાચવાનું શરૂ કરે છે.
રાજધાની દિલ્હીમાં આ હત્યાકાંડે (Delhi Crime) બધાને હચમચાવી દીધા છે. આ ઘટના બાદ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે હત્યારો ગાંડો, નશામાં ધૂત દેખાતો હતો, હત્યા કર્યા બાદ તે નાચતો હતો અને બૂમો પાડી રહ્યો હતો.
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી સગીરને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર 350 રૂપિયા માટે થઈને આ હત્યા (Delhi Crime) કરી હતી. પોલીસ હાલમાં પીડિતાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે, અને તપાસમાં મદદ કરવા માટે ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી છે.
કોણ છે મૃતક?
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બુધવારે મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે વેલકમ પાસેથી આરોપીને પકડી લીધો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઘટના સમયે આરોપી નશામાં હતો. તેને લાગ્યું કે સગીર પાસે ઘણા પૈસા હશે. પોલીસે આરોપીને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો છે.