ભારતમાં વાઇટ કૉલર આતંકવાદ ફેલાવવા માટેની જૈશ-એ-મોહમ્મદની વૉટ્સઍપ-ચૅનલ બંધ થઈ ગઈ

19 November, 2025 10:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૩,૦૦૦થી વધુ ફૉલોઅર્સ ધરાવતી આ ચૅનલ ડૉક્ટરો, પત્રકારો અને અન્ય વ્યાવસાયિકો જેવાં પ્રભાવશાળી ક્ષેત્રોમાં જૂથના પ્રચાર પ્રયાસો માટે એક મુખ્ય ઑનલાઇન સાધન તરીકે ઊભરી આવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા સંચાલિત અને ભારતમાં કટ્ટરપંથી સામગ્રી પ્રસારિત કરતી એક વૉટ્સઍપ-ચૅનલ બંધ કરવામાં આવી છે. ભારતીય મીડિયામાં આ ચૅનલ વિશે પ્રકાશિત થયેલા અહેવાલો બાદ આમ કરવામાં આવ્યું છે.

૧૩,૦૦૦થી વધુ ફૉલોઅર્સ ધરાવતી આ ચૅનલ ડૉક્ટરો, પત્રકારો અને અન્ય વ્યાવસાયિકો જેવાં પ્રભાવશાળી ક્ષેત્રોમાં જૂથના પ્રચાર પ્રયાસો માટે એક મુખ્ય ઑનલાઇન સાધન તરીકે ઊભરી આવી હતી.

જોકે મીડિયાના અહેવાલો બાદ વૉટ્સઍપની પેરન્ટ કંપની મેટાએ ચૅનલને દૂર કરી દીધી છે. ચૅનલની પ્રવૃત્તિઓમાં ઑડિયો અને વિડિયો સંદેશાઓ શૅર કરવા તેમ જ વૈચારિક બ્રીફિંગનો સમાવેશ હતો જે વિવિધ પ્રેક્ષકો સુધી JeMના નૅરેટિવને પહોંચાડતી હતી.

jaish e mohammad bomb blast blast new delhi whatsapp terror attack national news news