કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોનું ડીએ ચાર ટકા વધ્યું

25 March, 2023 01:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કર્મચારીઓને મોંઘવારીભથ્થું અને પેન્શનર્સને મોંઘવારીરાહતના વધારાના ઇન્સ્ટૉલમેન્ટની રિલીઝ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ની પાછલી અસરથી લાગુ પડશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કેન્દ્રીય કૅબિનેટે ગઈ કાલે કેન્દ્ર સરકારના ૪૭.૫૮ લાખ કર્મચારીઓ અને ૬૯.૭૯ લાખ પેન્શનરો માટે મોંઘવારીભથ્થું અને મોંઘવારીરાહત ચાર ટકાથી વધારીને ૪૨ ટકા કરી છે. માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે આર્થિક બાબતોની કૅબિનેટ કમિટીની મીટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોંઘવારીભથ્થા અને મોંઘવારીરાહત બન્નેમાં વધારાથી સરકારી તિજોરી પર દર વર્ષે ૧૨,૮૧૫.૬૦ કરોડ રૂપિયાનો બોજો આવશે. કર્મચારીઓને મોંઘવારીભથ્થું અને પેન્શનર્સને મોંઘવારીરાહતના વધારાના ઇન્સ્ટૉલમેન્ટની રિલીઝ પહેલી જાન્યુઆરી, ૨૦૨૩ની પાછલી અસરથી લાગુ પડશે. મોંઘવારીભથ્થા અને મોંઘવારીરાહતમાં કરવામાં આવેલો આ વધારો સ્વીકાર્ય ફૉર્મ્યુલાને અનુરૂપ છે જે સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણો પર આધારિત છે. મોંઘવારીભથ્થા અને મોંઘવારીરાહતના મામલે સરકારના નિર્ણયની ઘણા સમયથી રાહ જોવાતી હતી.

national news delhi delhi news new delhi