‘ઇન્ડિયા’માં પડ્યું ભંગાણ?

19 September, 2023 10:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીપીઆઇ-(એમ) પશ્ચિમ બંગાળ અને કેરલામાં મમતા અને કૉન્ગ્રેસ સાથે સમજૂતી નહીં કરે 

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી ઃ વિપક્ષી જૂથે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે સત્તાધારી એનડીએને પડકારવા માટે એનું ઇન્ડિયા સંગઠન બનાવ્યું છે, પરંતુ વિપક્ષી મોરચાની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે સીપીઆઇ-(માર્કસવાદી)(એમ) બંગાળ અને કેરલામાં ગઠબંધન વિરુદ્ધ નિર્ણય લીધો અને બળવો જાહેર કર્યો. સૂત્રોનું કહેવું છે કે સીપીઆઇ-એમે એની મુખ્ય હરીફ પાર્ટી અને ઇન્ડિયાનાં સહયોગી મમતા બૅનરજીની તૃણમૂલ અને કૉન્ગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. વધુમાં, બીજેપી વિરોધી મોરચાની સંકલન બેઠકો માટે કોઈ પણ પ્રતિનિધિનું નામ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

 

national news congress