28 December, 2023 10:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.): ભારતમાં ૨૬ ડિસેમ્બર સુધીમાં કોવિડ-૧૯ના સબવેરિઅન્ટ JN-1ના વધુ ૪૦ કેસનો વધારો થયો છે. ગઈ કાલે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપી ફેલાતા આ વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા વધીને ૧૧૦ પર પહોંચી છે. સોર્સિસ મુજબ મોટા ભાગના દરદીઓ હોમ આઇસોલેશનમાં છે.
નીતિ આયોગના મેમ્બર (હેલ્થ) ડૉ. વી. કે. પોલે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે અધિકારીઓ નવા વેરિઅન્ટની સ્થિતિને સારી રીતે મૉનિટર કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યોએ ટેસ્ટિંગમાં વધારો અને મજબૂત સર્વેલન્સ સિસ્ટમની જરૂર છે. દેશમાં વધતા જતા કેસોની સંખ્યા અને કોવિડ-૧૯ સબ-વેરિઅન્ટ JN-1ના કેસો મળી આવવા છતાં અધિકારીઓ હાલ ચિંતાનું કોઈ પણ કારણ નહીં હોવાની વાત પર ભાર મૂકી રહ્યા છે.
ઑફિશ્યલ સ્ટેટમેન્ટ્સ અનુસાર હળવાં લક્ષણો ધરાવતા ૯૨ ટકા દરદીઓને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. અધિકારીઓએ હૉસ્પિટલાઇઝેશના દરમાં કોઈ વધારો જોયો નથી.