કોરોના વાયરસને કારણે અમદાવાદમાં મૃત્યુનો આંકડો સૌથી વધારે

06 June, 2020 12:06 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોના વાયરસને કારણે અમદાવાદમાં મૃત્યુનો આંકડો સૌથી વધારે

કોરોનાવાયરસ

કોરોના વાયરસના સૌથી વધારે કેસ મુંબઇ અને દિલ્હી જેવા મહાનગરોમાં છે અને અહીં દરરોજનો મરણાંક પણ સતત વધી રહ્યો છે પણ આ બન્ને શહેરોની વસ્તીના પ્રમાણમાં લગભગ અડધી વસ્તી ધરાવતાં અમદાવાદના આંકડા કંઇક જુદું જ દ્રશ્ય બતાવે છે. પ્રતિ દસલાખની વસ્તી પર અમદાવાદમાં કોવિડ-19ને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા તુલનાત્મક રીતે સૌથી વધારે છે.

50 લાખછી વધારે વસ્તી ધરાવતાં નવ શહેરોની તુલનામાં અમદાવાદમાં દર 100 કેસ પર મૃત્યુદર સૌથી વધારે છે. અમદાવાદમાં દર દસલાખ લોકો પર 115 કોવિડ-19 મૃત્યુ થઈ રહ્યા છે, આ આંકડો મુંબઇના 80 મૃત્યુ સામે ખૂબ જ વધારે છે. તેથી અમદાવાદ કોરોનાને કારણે મરણાંકની દ્રષ્ટિ પહેલા સ્થાને છે.

અમદાવાદની સીએફઆર (કેસ ફેટિલિટી રેટ) 6.9 છે આ માટે કારણકે અહીં અયોગ્ય રીતે કોરોનાની ટેસ્ટિંગ થઈ રહી છે અને આ જ કારણ છે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં કોરોનાને કારણે સૌથી વધારે મૃત્યુ થયા છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાયરસમાં 90 ટકા દર્દીઓના સ્વસ્થ થવાની આશા છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના પૉઝિટીવની સંખ્યા 2 લાખ 26 હજાર પાર થઈ ગઈ છે અને આમાંથી એકલાખ 10 હજારથી વધારે કેસ સક્રિય છે. દેશમાં એક લાખ નવ હજારથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે જ્યારે 6 હજારથી વધારે મૃત્યુ પામ્યા છે.

વિશ્વમાં કોરોનાને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ભારત છઠ્ઠા સ્થાને

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 9887 કેસ સામે આવ્યા છે અને 294 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે જેમાં પૉઝિટીવ કેસની સંખ્યા અને મરણાંક સૌથી વધારે નોંધવામાં આવ્યો છે. આની સાથે જ ભારત વિશ્વમાં કોરોનાને કારણે સૌથી વધું પ્રભાવિત દેશોમાં ઇટલીને પાછળ મૂકીને આજે છઠ્ઠા નંબરે પહોંચ્યો છે. સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે ઇટલીમાં બે લાખ 34 હજાર કેસ અત્યાર સુધી સામે આવ્યા છે. દેશમાં દર્દીઓની સંખ્યા 2,36,657 થઈ ગઈ છે. આમાંથી 1,15,942 એક્ટિવ કેસ છે અને 1,14,072 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે જ્યારે 6642 લોકોના મૃત્યુ થયા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 45,24,317 ટેસ્ટ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1,37,938 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

international news national news coronavirus covid19 ahmedabad italy