Coronavirus: ભારતમાં છ મહિના બાદ કોરોનાના કેસમાં રાફડો ફાટ્યો, મહારાષ્ટ્રમાં 3ના મોત

30 March, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં કોરનાવાયરસ(India Coronavirus case)નું સંક્રમણ ફરી વધી રહ્યું છે. 24 કલાકમાં દેશમાં નવા 3016 કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે એક દિવસમાં દૈનિક દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોરનાવાયરસ(India Coronavirus case)નું સંક્રમણ ફરી વધી રહ્યું છે. 24 કલાકમાં દેશમાં નવા 3016 કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે એક દિવસમાં દૈનિક દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. આ સાથે જ સારવાર હેઠળ રહેલા દર્દીઓનો આંકડો પણ 13509 પર પહોંચ્યો છે.કોવિડને કારણે એક દિવસમાં 6 લોકોના મોત નોંધાયા છે. 

નવા આંકડાઓને સામેલ કરાતા દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડ 41 લાખ 69 હજાર 941 પહોંચી છે. અત્યાર સુધીમાં 5 લાખ 30 હજાર 862 લોકોના મોત થયા છે. આંકડાઓ દર્શાવે છે કે દૈનિક પોઝિટિવિટી રેટ 2.7 ટકા અને સાપ્તાહિત પોઝિટિવિટી રેટ 1. 71 ટકા નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના નવા 2151 કેસ સામે આવ્યાં છે. 

દિલ્હી સરકારે કરી બેઠક
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણ વચ્ચે કોવિડ 19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજશે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. તેમણે કહ્યું કે બેઠક સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ દ્વારા બોલાવવામાં આવી છે, જેમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ, સરકાર હોસ્પિટલના ચિકિત્સા નિદેશક અને અન્ય હિતધારક સામેલ થશે. 

આ પણ વાંચો: 9 વર્ષની ઈન્સ્ટા ક્વીને નજીવી બાબતે કરી આત્મહત્યા, પિતાએ કહ્યું હતું કે ભણવામાં ધ્યાન આપ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર બુધવારે દેશમાં સંક્રમણને કારણે 14 લોકોના મોત થયા છે. તેમાંથી આઠ કેરળના હતા, જ્યારે ત્રણ મહારાષ્ટ્રના, બે દિલ્હીના અને એક હિમાચલ પ્રદેશના હતા. ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે વધીને 5 કરોડ 30 હજાર 862 થઈ ગઈ છે.

 

 

 

national news coronavirus covid19 maharashtra