બે દિવસ સુધી માતાની લાશ સાથે સૂતો રહ્યો બાળક, બાદમાં મિત્રને પૂછ્યું કે મારી મા...

03 March, 2023 02:36 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

બેંગલુરુ (Bengaluru)માં 11 વર્ષનો બાળક એવું સમજી બે દિવસ માતા સાથે સોઈ રહ્યો કે તે આરામ કરી રહી છે, જયારે તેની માતાનું મોત થયું હતું. બાળકની માતા બીમાર હતી અને તેના કારણે એક રાત્રે તેનું મૃત્યુ થયું હતું,

પ્રતીકાત્મક તસવીર

બેંગલુરુ (Bengaluru)માંથી એક હ્રદયકંપી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં 11 વર્ષનો બાળક એવું સમજી બે દિવસ માતા સાથે સોઈ રહ્યો કે તે આરામ કરી રહી છે, જયારે તેની માતાનું મોત થયું હતું. બાળકની માતા બીમાર હતી અને તેના કારણે એક રાત્રે તેનું મૃત્યુ થયું હતું, પરંતુ બાળકને તેની જાણ નહોતી. સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેને લાગ્યું કે તેની માતા સૂઈ રહી છે. આ પછી બાળક બે દિવસ સુધી તેની માતાની લાશ સાથે સૂતો રહ્યો.

બે દિવસથી માતાના મૃતદેહ સાથે સૂતો બાળક

મૃતક મહિલાનું નામ અન્નમ્મા છે, જે 44 વર્ષની હતી. એવું કહેવામાં આવ્યું છે કે તે હાઈપરટેન્શન અને ડાયાબિટીસથી પીડિત હતી. જેના કારણે તેનું મોત થયું હતું. લગભગ બે દિવસ સુધી મહિલાનો 11 વર્ષનો બાળક તેની માતા સાથે સૂતો રહ્યો, પરંતુ જ્યારે માતા જાગી નહીં તો તેણે પાડોશમાં રહેતા તેના મિત્રને જાણ કરી. તેણે તેના મિત્રને કહ્યું કે તેની માતા બે દિવસથી ઊંઘમાંથી જાગી નથી અને વાત કરી રહી નથી. આ પછી મિત્રના માતા-પિતા તેના ઘરે પહોંચ્યા અને જોયું કે મહિલાનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: Sha Rukh Khanના ઘર મન્નતમાં દિવાલ કૂદી ઘુસ્યાં બે ગુજરાતીઓ, પોલીસે કરી ધરપકડ

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્નમ્મા બહેરા અને મૂંગા હતા અને તેમના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. પતિના અવસાન બાદ તે તેના પુત્ર સાથે બેંગ્લોરના આરટી નગરમાં રહેતી હતી. જ્યારે તેનો પુત્ર શાળાએ જતો હતો ત્યારે તે ઘરકામ કરતી હતી. જો કે, તબિયત ખરાબ હોવાને કારણે તેણે બે દિવસ કામ છોડી દીધું હતું. પોલીસને આશંકા છે કે તબિયત ખરાબ હોવાના કારણે તેનું મોત થયું છે.

બાળક શાળાએથી આવ્યા બાદ રમતું હતું
માતાના અવસાન બાદ પણ બાળક જાતે જ શાળાએ જતો હતો અને સાંજે તેના મિત્રો સાથે પાર્કમાં રમવા પણ જતો હતો. તેમની સાથે ભોજન પણ લીધું હતું. રમ્યા પછી, તે ઘરે પાછો આવતો અને ફરીથી તેની માતાની બાજુમાં સૂઈ જતો. કેટલાક પડોશીઓએ જણાવ્યું કે તેમના ઘરમાંથી પણ દુર્ગંધ આવી રહી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યું હતું. બાળક હવે તેના કાકા પાસે છે.

national news bengaluru