લિવ-ઈન રિલેશનમાં જન્મેલ બાળક પણ પિતાની પ્રોપર્ટીમાં હકદાર: સુપ્રીમ કોર્ટ

14 June, 2022 04:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો જેમાં કોર્ટે યુવકને તેના પિતાની મિલકતમાં હિસ્સો ન મળ્યો કારણ કે તેના માતા-પિતા પરણ્યા ન હતા

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપતાં લગ્ન વિના જન્મેલા બાળકોને પણ પિતાની મિલકતમાં હકદાર ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ મહિલા અને પુરુષ લાંબા સમય સુધી સાથે રહેતા હોય તો તેને લગ્ન ગણવામાં આવશે અને આ સંબંધથી જન્મેલા બાળકોને પણ પિતાની સંપત્તિમાં હક મળશે.

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો જેમાં કોર્ટે યુવકને તેના પિતાની મિલકતમાં હિસ્સો ન મળ્યો કારણ કે તેના માતા-પિતા પરણ્યા ન હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંનેએ ભલે લગ્ન કર્યા ન હોય, પરંતુ બંને લાંબા સમયથી પતિ-પત્નીની જેમ સાથે રહે છે. આવી સ્થિતિમાં, જો ડીએનએ ટેસ્ટમાં સાબિત થાય છે કે બાળક બંનેનું છે, તો પિતાની સંપત્તિ પર બાળકનો સંપૂર્ણ અધિકાર છે.

કેરળના એક વ્યક્તિએ તેના પિતાની મિલકતના વિભાજનમાં હિસ્સો ન મળવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેને ગેરકાયદેસર પુત્ર કહીને હિસ્સો આપવામાં આવી રહ્યો નથી. કેરળ હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે જે વ્યક્તિ પર તે મિલકતનો દાવો કરી રહ્યો છે, તેની માતાએ તેની સાથે લગ્ન કર્યા નથી, આવી સ્થિતિમાં તેને પારિવારિક સંપત્તિનો હકદાર ગણી શકાય નહીં.

2010માં સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપી હતી. આ સાથે જ ઘરેલું હિંસા અધિનિયમ 2005ની કલમ 2(f)માં પણ લિવ ઇન રિલેશન ઉમેરવામાં આવ્યું હતું. એટલે કે લિવ-ઈનમાં રહેતા કપલ ઘરેલુ હિંસાનો રિપોર્ટ પણ નોંધાવી શકે છે. લિવ-ઇન રિલેશન માટે કપલે પતિ-પત્નીની જેમ સાથે રહેવું પડે છે, પરંતુ આ માટે કોઈ સમય મર્યાદા નથી.

national news supreme court