26/11 હુમલા બાદ ભારતે પાક. સામે કાર્યવાહી કેમ ન કરી? કૉંગ્રેસ નેતાએ કર્યો ખુલાસો

30 September, 2025 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચિદમ્બરમે એક ન્યૂઝ ચૅનલની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે ૨૬/૧૧ ના હુમલા પછી  પછી, ભારત સરકારે લશ્કરી પ્રતિક્રિયા પર ગંભીરતાથી વિચાર કર્યો હતો. જોકે, તત્કાલીન યુએસ વિદેશ સચિવ કોન્ડોલીઝા રાઈસ સહિત વૈશ્વિક નેતાઓએ ભારતને યુદ્ધ શરૂ ન કરવાની સલાહ આપી હતી.

પી. ચિદમ્બરમ

૨૬/૧૧ ના મુંબઈ આતંકવાદી હુમલાએ ભારતને હચમચાવી નાખ્યું હતું. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ ૧૭૫ લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવાનું વિચાર્યું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી, ભારતને યુદ્ધનો આશરો લેતા અટકાવ્યું હતું. આ મુદ્દો આજે પણ ભારતના રાજકારણમાં ગરમાય છે અને તેને લઈને એકબીજા પર ટીકા કરવામાં આવે છે. જોકે આ વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે એક મોટો ખુલાસો કર્યો હતો. તેમના નિવેદનની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી તીવ્ર ટીકા થઈ છે.

વિશ્વભરના નેતાઓએ યુદ્ધ શરૂ ન કરવાની સલાહ આપી હતી’

ચિદમ્બરમે એક ન્યૂઝ ચૅનલની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે ૨૬/૧૧ ના હુમલા પછી  પછી, ભારત સરકારે લશ્કરી પ્રતિક્રિયા પર ગંભીરતાથી વિચાર કર્યો હતો. જોકે, તત્કાલીન યુએસ વિદેશ સચિવ કોન્ડોલીઝા રાઈસ સહિત વૈશ્વિક નેતાઓએ ભારતને યુદ્ધ શરૂ ન કરવાની સલાહ આપી હતી. કૉંગેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું, "આખી દુનિયા દિલ્હી પર યુદ્ધ શરૂ ન કરવા દબાણ કરી રહી હતી." વિદેશ મંત્રાલય અને ભારતીય વિદેશ સેવા (IFS) ના આ દબાણ અને સલાહને પગલે, સરકારે લશ્કરી કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે હુમલા દરમિયાન તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ સાથે લશ્કરી કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું હતું કે, "બદલો લેવાનો વિચાર મારા મગજમાં આવ્યો હતો." જોકે, રાઈસે તેમની અને વડા પ્રધાન સાથે મુલાકાત કરી અને ભારત સંયમ રાખે તેવી વિનંતી કરી હતી. ચિદમ્બરમે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય સરકારનો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ અને રાજદ્વારી સલાહથી તે પ્રભાવિત થયો.

ભાજપે આ અંગે ટીકા કરી

ભાજપે આ નિવેદન પર ટીકા કરી. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ X પર ચિદમ્બરમના ઇન્ટરવ્યુનો એક ભાગ શૅર કરીને કૉંગ્રેસ પર ટીકા કરતા કહ્યું કે “ઑપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાનના લશ્કરી કમાન્ડરો વચ્ચે સીધી વાતચીતનું પરિણામ હતું, યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કોઈ ત્રીજા પક્ષ દ્વારા નહીં.” 

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કસ્ટડીમાં રહેલા રાણાએ સ્વીકાર્યું છે કે તે માત્ર મુંબઈમાં થયેલા હુમલાના કાવતરામાં જ સામેલ નહોતો, તે પાકિસ્તાની સેનાનો સૌથી વિશ્વાસુ એજન્ટ પણ હતો.

the attacks of 26 11 26 11 attacks terror attack mumbai terror attacks operation sindoor bharatiya janata party p chidambaram congress national news new delhi