લેન્ડ ફોર જોબમાં CBIએ કરી તેજસ્વી યાદવની પૂછપરછ: મીસા પહોંચી ED ઑફિસ

25 March, 2023 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સીબીઆઈ સમક્ષ હાજર થતાં પહેલાં તેજસ્વીએ કહ્યું કે “અમે લડીશું અને જીતીશું. આપણે જાણીએ છીએ કે આપણે લડવું પડશે.”

તેજસ્વી યાદવ

સીબીઆઈ (CBI)એ શનિવારે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ની પૂછપરછ હાથ ધરી છે. આ માટે ડેપ્યુટી સીએમ સીબીઆઈ ઑફિસ પહોંચ્યા છે. લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં EDએ બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ (Lalu Prasad Yadav)ની પુત્રી મીસા ભારતી (Misa Bharti)ને પણ સમન્સ પાઠવ્યા છે. ED મીસા ભારતીની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈ સમક્ષ હાજર થતાં પહેલાં તેજસ્વીએ કહ્યું કે “અમે લડીશું અને જીતીશું. આપણે જાણીએ છીએ કે આપણે લડવું પડશે.” તો બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવ શનિવારે મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે ભાજપે ઘણા લોકોનું અપમાન કર્યું છે.

અમે લડીશું અને જીતીશું: તેજસ્વી

સીબીઆઈ ઑફિસ જતાં પહેલાં તેજસ્વી યાદવે કહ્યું કે “અમે હંમેશા તપાસ એજન્સીઓને સહકાર આપ્યો છે, પરંતુ તમે દેશમાં વાતાવરણ જોઈ રહ્યા છો. નમવું સહેલું થઈ ગયું છે, જ્યારે લડવું ઘણું મુશ્કેલ છે, પરંતુ અમે તેની સામે લડવાનું નક્કી કર્યું છે. અમે લડીશું અને જીતીશું.” દરમિયાન તેજસ્વી સીબીઆઈ ઑફિસ પહોંચી ગયા છે, જ્યાં નોકરી કૌભાંડ મામલે જમીન મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે.

થોડા દિવસ પહેલાં દિલ્હી કોર્ટમાં હાજર થયા

RJD સુપ્રીમો લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીને નોકરી બદલ જમીન કેસમાં દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. હવે સીબીઆઈ નોકરી કૌભાંડ કેસમાં તેજસ્વી યાદવની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: યુપી નિરાશામાંથી બહાર નીકળીને આશાની નવી દિશામાં આગળ વધી રહ્યું છેઃ વડા પ્રધાન

સીબીઆઈએ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં દાખલ કરેલી તેની પ્રથમ ચાર્જશીટમાં જણાવ્યું છે કે “ભારતીય રેલવેની ભરતી માટેના નિર્ધારિત ધોરણો અને પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને મધ્ય રેલવેમાં ઉમેદવારોની અનિયમિત નિમણૂકો કરવામાં આવી હતી.” સીબીઆઈએ જણાવ્યું હતું કે “લાલુ પ્રસાદ યાદવે રેલવેમાં નોકરી અપાવવાના બદલામાં ઉમેદવારો અને તેમના પરિવારોની માલિકીની જમીન તેમની પત્ની રાબડી દેવી અને મીસા ભારતીના નામે ટ્રાન્સફર કરી હતી. તેમ જ તે સર્કલ રેટ પ્રવર્તમાન બજાર દર કરતાં પણ ઘણા ઓછા હતા.

national news lalu prasad yadav bihar ed central bureau of investigation