15 January, 2026 01:29 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
મમતા બેનર્જી
આઠમી જાન્યુઆરીએ ઇન્ડિયન પૉલિટિકલ ઍક્શન કમિટી (IPAC)ના હેડ પ્રતીક જૈનની ઑફિસ પર રેઇડ કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા એવો આરોપ લગાવતી અરજી તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ કલકત્તા હાઈ કોર્ટમાં કરી હતી. જોકે આ બાબતે ગઈ કાલે સુનાવણી દરમ્યાન EDના વકીલે કહ્યું હતું કે ‘એજન્સી દ્વારા IPACની ઑફિસમાંથી કોઈ દસ્તાવેજો જપ્ત નથી કરવામાં આવ્યા. ધારો કે એજન્સીએ દસ્તાવેજો લીધા હોય તો IPACના સહસંસ્થાપક પ્રતીક જૈને અરજી કરવી જોઈતી હતી. TMCના કયા અધિકારનું ઉલ્લંઘન એજન્સીએ કર્યું છે?’
કલકત્તા હાઈ કોર્ટના ન્યાયાધીશે કડક શબ્દોમાં કહ્યું હતું કે EDએ કશું લીધું જ નથી તો આ મામલે સુનાવણી કરવાનું પણ કંઈ બચતું નથી.