17 September, 2025 12:41 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
સાંઢને નીચે ઉતારવા ગ્રામજનોએ મશક્કત કરીને દોરડાની મદદથી ઉતાર્યો હતો
તેલંગણના આદિલાબાદમાં આવારા કૂતરાઓના ઝુંડથી બચવા માટે એક સાંઢ કાચા ઘરની નળિયાંવાળી છત પર ચડી ગયો હતો. કૂતરાઓ આ સાંઢની પાછળ પડ્યા હતા અને ખૂબ ભસી રહ્યા હતા. એનાથી ગભરાઈને જીવ બચાવવા સાંઢ ઠેકડો મારીને ઘરની પાછળની દીવાલથી છત પર ચડી ગયો હતો. જોકે ઊંચાઈએથી ઊતરવું કઈ રીતે એ બાબતે મૂંઝાઈ ગયો હતો. ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ જાતે ઊતરી જ ન શક્યો એટલે સાંઢને નીચે ઉતારવા ગ્રામજનોએ મશક્કત કરીને દોરડાની મદદથી ઉતાર્યો હતો.