નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મામલે માયાવતીએ લીધો ચોંકાવનારો નિર્ણય, કર્યો આ મોટો દાવો

25 May, 2023 09:25 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

નવા સંસદ ભવનનું (Parliament) ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) હાથે થવાનું છે. પીએમ મોદી દ્વારા થનારા ઉદ્ઘાટનને લઈને મોટાભાગના વિપક્ષી દળ વિરોધ કરી રહ્યા છે.

માયાવતી (ફાઈલ તસવીર)

નવા સંસદ ભવનનું (Parliament) ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) હાથે થવાનું છે. પીએમ મોદી દ્વારા થનારા ઉદ્ઘાટનને લઈને મોટાભાગના વિપક્ષી દળ વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી દળના નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે થવું જોઈએ. જો કે, આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બીએસપી) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. બીએસપીએ 28 મેના રોજ સંસદના નવા ભવનના ઉદ્ઘાટનનું સમર્થન કર્યું છે.

બીએસપી સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું, "કેન્દ્રમાં પહેલા કૉંગ્રેસ પાર્ટીની સરકાર હોય કે હાલની બીજેપીની, બીએસપીએ દેશ તેમ જ જનહિતના મુદ્દા પર હંમેશાં રાજકારણથી ઉપર ઊઠીને તેમનું સમર્થન કર્યું છે તેમ જ 28 મેના રોજ સંસદના નવા ભવનના ઉદ્ઘાટનને પણ પાર્ટી આ સંદર્ભમાં જોતા આનું સ્વાગત કરે છે."

આની સાથે જ માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું, "રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરાવવાને લઈને બહિષ્કાર અયોગ્ય. સરકારે આને બનાવ્યા છે એટલે તેના ઉદ્ઘાટનનો તેની પાસે હક છે. આને આદિવાસી મહિલા સન્માન સાથે જોડવું પણ અયોગ્ય. આ તેમને નિર્વિરોધ ન ચૂંટીને તમેના વિરુદ્ધ ઉમેદવાર ઊભું કરતી વખતે વિચારવું જોઈતું હતું."

તો પૂર્વ સીએમ માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું, "દેશને સમર્પિત થનાર કાર્યક્રમ એટલે કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનું નિમંત્રણ મને મળ્યું છે, જેને માટે આભાર અને મારી શુભેચ્છાઓ. પણ પાર્ટીની સતત ચાલતી સમીક્ષા બેઠકો સંબંધી મારી પૂર્વ નિર્ધારિત વ્યસ્તતાને કારણે હું તે સમારોહમાં સામેલ નહીં થઈ શકું."

આ પણ વાંચો : સંસદીય લોકતંત્રના અસ્તિત્વની લડાઈ... કેજરીવાલને મળ્યું પવારનું સમર્થન

જો કે, આ પહેલા સંસદના નવા ભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને કહ્યું હતું કે, "જ્યાં સત્તાનું અભિમાન હોય, વિપક્ષનું માન ન હોય, એવી સંસદનાા ઉદ્ઘાટનમાં શું જવું."

national news droupadi murmu parliament bharatiya janata party bahujan samaj party narendra modi