દલ લેકનું શાંત પાણી જોઈને દુઃખ થઈ રહ્યું છે ઓમર અબદુલ્લાને

15 May, 2025 08:29 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કાશ્મીરનું ઘરેણું ગણાતા દલ લેકનો એક વિડિયો શૅર કર્યો છે

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કાશ્મીરનું ઘરેણું ગણાતા દલ લેકનો એક વિડિયો શૅર કર્યો છે

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કાશ્મીરનું ઘરેણું ગણાતા દલ લેકનો એક વિડિયો શૅર કર્યો છે. જેમાં મોટા ભાગે શિકારાની અવરજવર હોય છે ત્યાં બિલકુલ શાંત પાણી દેખાઈ રહ્યું છે. મુખ્ય પ્રધાને તેમના ઇન્સ્ટાગ્રામની પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘દલ લેકને જોઈને બહુ દુઃખ થઈ રહ્યું છે. સામાન્ય રીતે વર્ષના આ સમયગાળામાં આ જળાશયમાં પ્રવાસીઓથી ભરેલા શિકારા હોવા જોઈએ, પણ અત્યારે આ લેક તદ્દન ખાલી છે. કિનારા પર બોટ ઊભી છે અને પર્યટકોની રાહ જોઈ રહી છે.’

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં સામાન્ય રીતે હનીમૂન મનાવનારાં યુગલો, અનેક પરિવારો અને કાશ્મીરના જાદુનો અનુભવ કરવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પણ પહલગામમાં થયેલા આતંકવાદી અટૅક અને ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ ‌વચ્ચે કાશ્મીર ખાલીખમ છે.

jammu and kashmir omar abdullah Pahalgam Terror Attack terror attack national news news