06 February, 2025 06:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં વોટિંગ કર્યા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.
દિલ્હીમાં ગઈ કાલે મતદાન થયા પછી આવેલા ૭ એક્ઝિટ પોલની સરેરાશ કાઢીએ તો BJPને ૪૨-૪૯ બેઠક મળવાની આગાહી કરવામાં આવી છે. જો આવું થાય તો BJPનો દિલ્હીમાં ૨૭ વર્ષનો વનવાસ પૂરો થશે. જુદા-જુદા એક્ઝિટ પોલની સરેરાશમાં આમ આદમી પાર્ટીને ૨૦-૨૮ સીટ મળશે એવી આગાહી કરવામાં આવી છે. ૭૦ બેઠકોની દિલ્હી વિધાનસભામાં બહુમત માટે
૩૬ સીટની આવશ્યકતા હોય છે. ૨૦૨૦માં આમ આદમી પાર્ટીએ ૬૨ અને BJPએ ૮ બેઠક જીતી હતી. મતગણતરી ૮ ફેબ્રુઆરીએ થશે.
60.39 ટકા મતદાન થયું દિલ્હીમાં.