29 April, 2025 10:08 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જગત પ્રકાશ નડ્ડા
થોડા દિવસો અગાઉ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે જેને લઈને જગત પ્રકાશ નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષપદે કાર્યરત રહેશે. ૨૦૨૦થી નડ્ડા અધ્યક્ષપદે જવાબદારી સંભાળી રહ્યા છે. ૨૦૨૪માં પણ તેમને યથાવત્ રાખવામાં આવ્યા હતા. હવે નવેસરથી ચૂંટણીની જાહેરાત બાદમાં કરવામાં આવશે. હાલ BJPના નેતૃત્વવાળી નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકાર જવાબી કાર્યવાહી કરવા વિચારણા કરી રહ્યું છે.