ઇન્ડિગોની ફ્લાઇટનો ઇમર્જન્સી ડોર એમપી તેજસ્વીએ ખોલી નાખ્યો હતો?

18 January, 2023 12:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ફ્લાઇટ ચેન્નઈથી તિરુવનંતપુરમ માટેની હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : ફ્લાઇટને સંબંધિત વધુ એક ડરામણી ઘટનાની વિગતો આવી છે. ગયા વર્ષે ૧૦ ડિસેમ્બરે ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એક પૅસેન્જરે પ્લેનનો ઇમર્જન્સી ડોર ખોલી નાખતાં ડરનો માહોલ સર્જાયો હતો. આ ફ્લાઇટ ચેન્નઈથી તિરુવનંતપુરમ માટેની હતી. એ પછી તરત જ ઇન્ડિગો 6E-7339 ફ્લાઇટે પ્રેસરાઇઝેશન ચેકિંગ બાદ ઉડાન ભરી હતી. ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન)એ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો:  ઇન્ડિગોને દેશની ખરાબ ઍરલાઇન્સ કહી રાણા દગુબટ્ટીએ

સત્તાવાર રીતે આ પૅસેન્જરનું નામ જણાવવામાં આવ્યું નથી. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બૅન્ગલોરના સંસદસભ્ય તેજસ્વી સૂર્યાએ જ ચેન્નઈ ઍરપોર્ટ પર ઇમર્જન્સી એક્ઝિટ ડોર ખોલ્યો હતો. એક સાક્ષીને ટાંકીને આ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે તેજસ્વી સૂર્યા પાસેથી માફી મગાવવામાં આવી હતી.

national news indigo new delhi bharatiya janata party bengaluru