02 May, 2025 11:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પહલગામ હુમલા બાદ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લશ્કર-એ-તય્યબાના આતંકવાદી હાફિઝ સઈદને ધમકી આપી છે
પહલગામ હુમલા બાદ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લશ્કર-એ-તય્યબાના આતંકવાદી હાફિઝ સઈદને ધમકી આપી છે. સોશ્યલ મીડિયા પર બિશ્નોઈ ગૅન્ગે લખ્યું છે કે ‘જેણે પણ અમારા નિર્દોષ લોકોના જીવ લીધા છે તેને પાકિસ્તાનમાં ઘૂસીને એવો મારીશું જે એક લાખ બરાબર હશે. તમે હાથ મિલાવશો તો અમે ગળે લગાવીશું, જો આંખ બતાવશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.’
આ પોસ્ટની નીચે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ, જિતેન્દ્ર ગોગી ગ્રુપ, હાશિમબાબા, કાલા રાણા, ગોલ્ડી બરાડ, રોહિત ગોદારાનાં નામ લખેલાં છે. છેલ્લે હાફિઝ સઈદની લાલ તસવીર પર લાલ કલમથી ક્રૉસનું નિશાન દોર્યું હતું.